For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ધોરાજીના ત્રણ યુવાનો સાયબર માફિયા ગેંગની ચૂંગાલમાં ફસાયા

12:07 PM Apr 05, 2025 IST | Bhumika
ધોરાજીના ત્રણ યુવાનો સાયબર માફિયા ગેંગની ચૂંગાલમાં ફસાયા

Advertisement

નોકરીની લાલચ આપી બેંગકોક બોલાવ્યા, ત્યાંથી મ્યાનમાર બોર્ડરે ઉઠાવી ગયા, ધોરાજી અને રાજકોટના બે શખ્સો સામે ફરિયાદ

અપહરણકારોની ચૂંગાલમાંથી છટકી જંગલ માર્ગે થઇ આર્મી અને ભારતીય દુતાવાસની મદદથી પરત આવ્યા

Advertisement

ધોરાજીમાં રહેતા ત્રણ યુવાનોને બેંગકોકમાં ઉચા પગારે નોકરીની લાલચ આપી તેમની પાસેથી રૂૂ.1.90 લાખ પડાવ્યા બાદ ધોરાજી અને રાજકોટના બે શખ્સોએ આ ત્રણ યુવાનોને મ્યાનમાર બોર્ડરે સાઈબર માફિયા ની ગેંગમાં ધકેલી દેતા સાઈબર માફિયાની ચુંગાલમાં ફસાયેલ ત્રણ યુવાનો ત્યાંથી ભાગી મ્યાનમાર બોર્ડરથી જંગલના રસ્તે ભાગ્યા બાદ જંગલમાં ફસાયા હતા ત્યારે થાઈલેન્ડ આર્મીએ ટેન્કની મદદથી ત્રણેય ને રેસ્યું કરી અને ભારત દૂતાવાસની મદદથી પરત ધોરાજી મોકલ્યા હતા. આ મામલે અંતે પોલીસ ફરિયાદ નોધાવી હતી. પોલીસે આ મામલે ધોરાજી અને રાજકોટના શખ્સને સકંજા માં લઇ વધુ તપાસ શરૂૂ કરી છે.

મળતી વિગતો મુજબ ધોરાજીના નાગાણીશા તકિયા, ત્રણ દરવાજા પાસે રહેતા અને ધોરાજી ખાતે આવેલ ગેલેક્સી એન્ટરપ્રાઇઝ સેમસંગ પ્લાઝા ખાતે ટેકનિશિયન તરીકે કોમ્પ્યુટર ઓપરેટર તથા હાર્ડવેર લગતની નોકરી કરતા સીદીક જાફરમીયા સૈયદ (ઉંવ28)એ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે મૂળ ધોરાજીના રીઝવાન ઝીકરભાઈ કપડવંજી અને રાજકોટના મેહુલનું નામ અપાયું છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ સીકીદ ટેકનિશિયન તરીકે કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરતો હોય મિત્ર અદનાન મુનાવર નાગણીએ તેને બેંગકોક ખાતે કોમ્પ્યુટર ઓપરેટર તરીકેની નોકરી કરવાની સારી તક છે તથા પગાર ધોરણ પણ સારો મળે છે એવી વાત અને રિઝવાન નામનો વ્યક્તિ ધોરાજીના લોકોને બેંગકોક ખાતે સારામાં સારા પગાર વાળી નોકરી અપાવડાવી દેશે એવી વાતો કરે છે. જેથી અદનાને આ રિઝવાન ઝીકર કપડવંજી સાથે નોકરી બાબતે પોતાના મોબાઈલના વોટ્સએપમાં મેસેજથી વાતચીત કરેલ રિઝવાને આ નોકરી માટે 60 થી 70 હજાર રૂૂપિયાની તૈયારી રાખવા જણાવેલ. જેના ઉપર વિશ્વાસ કરી સીદીક રૂૂપિયા આપવાની તૈયારી બતાવેલ બાદમાં ઝૂમ મીટીંગ દ્વારા ઇન્ટરવ્યૂ કરાવવાની ગોઠવણ કરી હતી. સીદીકે 35,000 ટ્રાન્સફર કરેલ. જેથી રિઝવાને આપેલ સુચના મુજબ ઝુમ મીટીંગની લીંક વોટ્સએપથી મોકલેલ હતી.

આ ઇન્ટરવ્યૂમાં સીદીક ઉપરાંત ધોરાજીના અન્ય બે યુવાનો જેમાં મિત્ર અદનાન નાગાણી તથા અબ્દુલ કાદિર પણ જોડાયેલ હતા તથા ઇન્ટરવ્યૂ લેનાર યુવતીએ જેનો માત્ર અવાજ જ સંભળાતો હતો. આ ઝૂમ મીટીંગ દરમિયાન જ ઇન્ટરવ્યૂ લેનાર તરફથી આખું નામ, અમે કયા દેશથી છીએ? અમે શું કામ કરીએ છીએ? કે અમોને કામકાજનો કેટલો અનુભવ છે? અમારી કોમ્પ્યુટરની ટાઈપિંગ સ્પીડ કેવી છે? વગેરે અંગ્રેજી ભાષામાં પૂછેલ તેનો ત્રણેયએ ફાવે એવી તૂટી-ફૂટી અંગ્રેજી ભાષામાં જવાબ આપેલ. ત્યારબાદ તમારું ઇન્ટરવ્યૂ પૂરું થયા બાદ રિઝવાને સીદીક અને અદનાન પાસેથી વ્યક્તિ દીઠ 60,000 તથા અબ્દુલ કાદિર પાસેથી રૂૂ. 70,000 એમ કુલ 1 લાખ 90 હજાર રૂૂપિયા એજન્ટ તરીકે લીધેલ હતા. ત્યારબાદ ત્રણેક દિવસ બાદ રિઝવાન કપડવંજીનો કોલ આવેલો કે તમો તમારી પેકિંગ, ખરીદી અને અન્ય તૈયારી કરી લેજો તમે ઇન્ટરવ્યૂમાં પાસ થઈ ગયા છો. ગમે ત્યારે અહીંયાથી તમારી ટિકિટ બુક થઈ જશે.
ત્યારબાદ થોડા દિવસ બાદ વોટ્સએપ મારફતે ત્રણેયની ટિકિટ બુક થઈ ગઈ હોય જેની પીડીએફ મોકલતા આ પીડીએફમાં ત્રણેયની મુંબઈથી વિયતનામ એરલાઇન્સની ટિકિટ હતી તે મુજબ જ ત્રણેય મિત્રો રાજકોટથી ટ્રેન મારફતે મુંબઈ તથા ત્યાંથી તારીખ 13 ડિસેમ્બરના રોજ મુંબઈ એરપોર્ટ પહોચ્યા ત્યારે રિઝવાને કહેલ કે હું તમને મેહુલનો સંપર્ક આપું છું જે મારો બોસ છે અને આગળની સુચના તમને મેહુલ આપશે ત્યારબાદ તેણે મેહુલે વોટ્સએપથી વાત કરી મેસેજથી આપેલી સૂચના મુજબ ત્રણેયને નોકરીના સ્થળે પહોંચવાનું કહ્યું હતું. 14 મી ડિસેમ્બરે ત્રણેય મિત્રો વિયતનામ અને ત્યારબાદ બેંગકોકના પહોચ્યા હતા જ્યાં પહોચી મેહુલને વોટ્સએપથી વોઇસ કોલ કરી કહેલ કે તમારા કહેવા મુજબ ઈમિગ્રે શનની પ્રોસેસ પૂરી કરી લીધેલ છે. ત્યારબાદ બેંગકોક થી એક અજાણી ટેક્સી એરપોર્ટ પર લેવા આવેલ ત્યાંથી મીસોટ ખાતે આ ટેક્સીમાં જવા રવાના થયેલ. આશરે છએક કલાકની મુસાફરી બાદ ત્રણેય રાત્રી રોકાણ એક હોટલ ખાતે કરેલ ત્યારબાદ મેહુલે વોટ્સએપ થી એક બીજી ગાડીનો ફોટો મારા વોટ્સએપ માં મોકલેલ .

બીજા દિવસે બેંગકોકની હોટેલથી લઈને નીકળેલ અને થાઈલેન્ડ મ્યાનમાર બોર્ડરે એક ત્રણ માળના મકાનમાં લઇ જવામાં આવ્યા હતા. ત્યાં મ્યાનમાર બોર્ડર ક્રોસ કરી કોઈ નામ વગરની મોટા ગેઇટ વાળી કંપ તરીકે ઓળખાતી જગ્યા પર લઈ ગયેલ ત્રણેયને સીધા સ્ટાફના ફાળવેલા રૂૂમોમાં શીફ્ટ કરી દીધા અને જ્યાં આ ત્રણ સિવાય અન્ય ભારતીય લોકો પણ હ તા, જે લોકો નાઈટ ડ્યુટી કરીને આવેલ હોય સુતા હતા. ત્યારબાદ ત્યાના અન્ય નોકરી કરતા લોકો પાસેથી ત્યા કરવામા આવતા ફ્રોડ તેમજ અન્ય કામોની તથા ટોચરની વાતો સાંભળી ત્રણેય ડરી ગયેલા અને મેહુલ અને રિઝવાનને પાછા જવા માટે પુછવાનુ શરૂૂ કરેલ. મને કંપની દ્વા રા સીદીકને ડે તથા કાદીરને મા અને અદનાનને માર્ટી નામ આપેલા હતા અને આ નામના સ્ટીકર લગાવેલા આઈ ફોન ત્રણેયને આપેલા હતા. ત્રણેયને કોઈ છોકરીના નામ વાળી કોમન આ ઈડી પરથી કોઈપણ પ્રોફાઈલ જોવાની અને ફ્રોડ કરવા માટે દરેક વ્યક્તિએ ત્રણ કેરેક્ટર ડેવલોપ કરવાનું ટાસ્ક અપાયું હતું. પાંચેક દિવસ ના અમારા કામકાજ દરમિયાન ત્રણેયએ કોઈ ફ્રોડ કરેલ નહીં. રિઝવાન કે મેહુલ બન્ને માંથી કોઈને કંપની ખાતે પણ રૂૂબરૂૂ મળેલ ન હતા. રિઝવાન માટે તેના પરિવારે ધોરાજીથી મોકલેલ પાર્સલ લેવા પણ રીઝવાન આવેલ ન હતો.

આ દરમ્યાન સીદીક તથા અબ્દુલ કાદિરે કામ કરવાનુ બંધ કરી દીધેલ, પરંતુ અદનાને કામ ચાલુ રાખેલ અને સુપરવાઇઝરને અમારે કામ નથી કરવું અને પત્નીની તબિયત બગડતા મારે પરત જવું જ પડશે તેવું જણાવતા ત્રણેયના પાસપોર્ટ તથા મોબાઈલ તેમજ રોકડ પાસેથી લઈ લીધેલ અને અમારા કપડાં વગેરે સામાન સાથે અમોને કંપનીની બહાર કાઢી મુક્યા હતા. ત્યાંથી નીકળી જંગલના રસ્તે ભાગી ત્રણેય થાઈલેન્ડના એક આર્મી વાળાની મદદથી પરિવારના લોકો સાથે કોલ એપથી વાત કરવા દીધેલ. ત્યાના લોકો સાથે વાત કરવા અમે ગુગલ ટ્રાન્સલેટ કરવા મોબાઈલ નો ઉપયોગ આ વ્યકિત કરતા હતા ત્યાંથી અમો મેઓસેટના જંગલના રસ્તે ચાલીને નીકળેલ. ત્યાના ફસાઈ જતા થાઇલેન્ડ આર્મીએ ટેન્ક ની મદદથી બહાર કાઢી પાણી અને ખાવાનું આપ્યું. બાદમાં જરૂૂરી ફોટા ખેંચી, બેગ ચેક કરી, અમોને આર્મી કેમ્પ તરફ લઈ ગયેલા ત્યાંથી બીજી ગાડીમાં બેસાડી મેઓસેટ ખાતે ટાંક ઈમીગ્રે શન ખાતે લઈ ગયેલ. જ્યાં ટ્રાન્સલેશન કરી ઈમીગ્રેશનના અધિકારીઓને અમારી આપવીતી સમજાવે લ ત્યારબાદ તે લોકો અમોને નજીકના પોલીસ સ્ટેશન લઈ ગયેલ અને એફઆઈઆર માટેની તજવીજ કરેલ, ત્યારબાદ ટાંક ઈમીગ્રે શન વાળા લોકોએ અમારી રહેવાની વ્યવસ્થા કરાવી અમારા હોટલના સ્ટાફના મોબાઈલ ફોનના વોટ્સએપ દ્વારા પોત પોતાના પરિવાર સભ્યો સાથે સંપર્ક કર્યો.

ત્યારબાદ મારા પરિવારના સભ્યો માથી મારા ઓળખીતાનો પટાયા ખાતે સં પર્ક કરવામાં આવ્યો ત્યારબાદ અમોએ આ ઓળખીતા સુમિતભાઈ જૈન દ્વારા પેમેન્ટ કરી અમારા માટે એક મોબાઈલ ખ રીદેલ જેથી એકબીજાના સતત સંપર્કમાં રહી શકીએ. ત્યારબાદ અમો મેસોસેટ થી ડરના માર્યા અમો પટાયા આવી ગયે લ અને ત્યાં હોટલ બેલ્લા વિસ્ટા ખાતે બે દિવસ રોકાણ કરેલ અને સોમવારના દિવસે, અમે બેંગકોક ખાતે ઇન્ડિયન એ મ્બેસી ખાતે પહોંચી ત્યારબાદ અમારા કાગળો અને વિગતો લખીને આપેલ. ત્યાંથી અમોને એક ઓફિસમાં ઈમરજન્સી પા સપોર્ટ માટેની કાર્યવાહી કરી, પ્રોસેસ પુરી થતા 08/01/2025 ના રોજ અમો વ્હાઇટ પાસપોર્ટની મદદથી 08/01/2 025 ના રોજ રાત્રીની ફલાઈટ અમારા પરિવાર દ્વારા બુક કરાવેલ અને ત્યાં સ્વર્ણભુમી એરપોર્ટ ખાતેથી પૂનાની ઈન્ડિગો એરલાઇન્સ ની ટિકિટ કરાવેલી, જે બેંગકોક થી પુના, અને પુના થી અમદાવાદની હતી. ત્યાં પુના એરપોર્ટ પહોંચેલા ત્યારે અમારું ઈમિગ્રેશન ચાર પાંચ કલાક ચાલેલ ત્યાં લખાણ બાદ પેપર આપેલ. બાદ અમો ફલાઇટથી અમદાવાદ પહોંચે લ અને ત્યાંથી ઘરે પરત કરેલ હતાત્યારબાદ અમોએ સમાજમાં અમારી બદનામીના ડરે કોઈને પણ કોઈ ફરિયાદ કે વાત કરેલ નહીં પરંતુ રમ જાન દરમિયાન આ રિઝવાન ધોરાજીમાં ફરતો જોઈને પોલીસ સ્ટેશન આવી ફરિયાદ નોંધાવી હતી.પોલીસે રિઝવાન હાજીજીકર કપડવંજી તથા રાજકોટના મેહુલને સંકજા માં લીધા છે.

વિદેશમાં નોકરીની આશા રાખતા બેરોજગારોને ફસાવતા એજન્ટોથી સાવધાન
વિદેશમાં નોકરી કરવાની ઈચ્છા ક્યારેક મોંઘી પડી શકે છે. આમ તો વિદેશ જવા માટે પૈસા તો ખર્ચવા જ પડે છે. પરંતુ તમે પૈસા ખર્ચો તેમ છતાં તમારું વિદેશ જવાનું સપનું અધુરુ રહી જાય તો ખૂબ દુખ થાય છે. ભારતના આવા અનેક લોકો સાથે કઈક આવું જ થયુ છે, કેમ કે આ લોકોએ ડોલર કમાવવાની લાલચમાં લાખો રૂૂપિયા ખોવાનો વારો આવ્યો છે. નોકરી લાલચ આપી બેરોજગારોને ફસાવતા એજન્ટોથી સાવધાન રહેવા પોલીસ અપીલ કરી રહી છે. વિદેશમાં ઉચા પગારે નોકરીનો લાલચે યુવાનો આવા એજન્ટના ચુંગાલમાં ફસાય છે અને શારીરિક ત્રાસનો ભોગ બને છે. આજકાલના જુવાનિયાઓને જાણે વિદેશ જવાનો ચસકો લાગ્યો છે. ગમે તે થાય વિદેશમાં જવું અને ત્યાં જઈને ડોલર અને પાઉન્ડમાં કમાણી કરવી. પરંતુ ડોલર કમાણી કરવાની ઈચ્છા અને વિદેશ જવાની ઘેલછા ક્યારેક તમને જ મોંઘી પડી શકે છે. કેમ કે તમારી વિદેશ જવાની ઘેલછા અને ડોલર કમાવવાના સપનાનો ગેરફાયદો ઉઠાવવા શાતિર ભેજાબાજો બેઠા હોય છે. આ ઠગબાજો કેવી રીતે અને ક્યારે તમને છેતરી જશે એ બેરોજગાર યુવાનોએ સ્વપ્નમાં નહીં વિચાર્યું.

Advertisement
Tags :
Advertisement
Advertisement