કેકેવી સર્કલ નજીક મહિલાનો સોનાનો ચેન ચોરી લેનાર ત્રણ મહિલા ઝડપાઇ
કાલાવડ રોડ કે.કે.વી. ચોક નજીક બસમાં ચઢવા જતા ભીડનો લાભ લઇ આ કામના ફરીયાદી આણંદના કરમસદના ભારતીબેન જેન્તીભાઈ રાબડીયા (ઉ.વ.55)ની પાસે રહેલ પર્સની ચેન ખોલી તેમા રહેલ એક બીજુ પર્સ જેમા એક સોનાનો ચેન પેન્ડલ સહીત વજન આશરે 12 ગ્રામ જેની આશરે કી. રૂૂ.1,20,000/- વાળો અને રોકડ રૂૂપીયા આશરે 3000/- હતા તે પર્સ કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઇ ગયેલ હોવાની ફરિયાદ તાલુકા પોલીસમાં નોંધાઈ હતી.
આરોપીને તાત્કાલીક પકડી પાડવા સર્વેલન્સ સ્કોડ ના પીએસઆઇ એમ.એચ.મહારાજ તથા સ્ટાફને સુચના કરતા સર્વેલન્સ સ્ટાફ દ્વારા ફરીયાદી પાસેથી આરોપીનુ પ્રાથમીક વર્ણન મેળવી અલગ અલગ ટીમ બનાવી તેમજ ટેકનીકલ સોર્સીસ તેમજ હ્યુમન સોર્સીસથી આરોપીને પકડવા પ્રયત્નશીલ હોય તે દરમ્યાન રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના સવેલન્સ સ્કોડના મયુરસિંહ જાડેજા, કુલદિપસિંહ જાડેજા,નિકુંજભાઇ મારવીયાને મળેલ હકીકતને આધારે ગણતરીની કલાકોમાં આરોપી મહીલાઓ મૂળ મહારાષ્ટ્રની ગીતાબેન રાજુભાઈ કામ્પ્લે ઉ.વ.50, રહે. જંકશન રેલ્વે સ્ટેશન પાસે, ફુટપાથ પર), છાયાબેન સુરજભાઈ આરસે (ઉ.વ.25) અને મીરા રામભાઈ અંધારે (ઉ.વ.29) (રહે. બંને ઉધના રેલ્વે સ્ટેશન પાસે, ઝુંપડપટ્ટીમાં, સુરત)ને રાજકોટ નવો 150 ફૂટ રીંગ રોડ કોરાટ ચોક નજીકથી તાલુકા પોલીસે પકડી ચેઈન અને 3 હજારની રોકડ કબ્જે કરી હતી.
