પોરબંદરના હિરલબા જાડેજા અને તેના સાગરીતો સામે સાયબર ફ્રોડના ગુનામાં ત્રણ હજાર પાનાની ચાર્જશીટ રજૂ
ટોળકીએ બોગસ પેઢીઓના બેંક એકાઉન્ટસમાં અંદાજે 163 કરોડ જેટલી રકમ મેળવી, કુલ 130 જેટલી સાયબર ફ્રોડ ફરિયાદ નોંધાઈ
પોરબંદરના હિરલબેન ભુરાભાઈ જાડેજા, હિતેષ ભીમા ઓડેદરા,અજય ઉર્ફે ઘોઘો મનસુખ ચૌહાણ અને મુંબઈનો સચિન કનકરાય મહેતા નામના આરોપીઓએ પુર્વયોજીત કાવતરૂૂ રચિ સાયબર ફ્રોડનુ રેકેટ ચલાવવા માટે અને અન્ય ગેરકાયદેસર રીતે નાણા મેળવવા માટે અલગ-અલગ બેંકોમાં સેવિંગ અને કરંટ એકાઉન્ટ ખોલાવેલા અને કરંટ એકાઉન્ટ ખોલાવવા માટે પોરબંદર જીલ્લામાં ડાયનામિક એન્ટરપ્રાઈઝ, ક્લોથેક્સ એન્ટરપ્રાઈઝ અખઘ એન્ટરપ્રાઈઝ, પાર્ટ વિયર, ખટ એન્ટરપ્રાઈઝ નામની બોગસ પેઢીઓ ઉભી કરેલ, ઉપરાંત આ જ રીતે આરોપીઓ દ્વારા જામનગર, જૂનાગઢ જીલ્લા ખાતે પણ બોગસ પેઢીઓ ઉભી કરી આ પેઢીઓના બેંક ખાતાઓમાં ભારત દેશના અલગ-અલગ રાજયોમાંથી સાયબર ફ્રોડના નાણા મેળવેલ અને પોરબંદર જીલ્લામાં ઉભી કરેલ બોગસ પેઢીઓના બેંક એકાઉન્ટસમાં આશરે રૂૂ. 163 કરોડ જેટલી રકમ મેળવેલ, જેમાં કૂલ 130 જેટલી સાયબર કંપ્લેઇન નોંધાયેલ છે.
આમ આરોપીઓએ દેશ ભરમાં સાયબર ફ્રોડનુ રેકેટ ચલાવી ગુન્હો કરેલ. પોલીસ અધિક્ષક બી.યુ. જાડેજાની સૂચના મુજબ તથા નાયબ પોલીસ અધિક્ષક પોરબંદર એસ.જી. મહેડુના માર્ગદર્શન અને સુપરવિઝન હેઠળ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઇ એસ.આર. ચૌધરીએ પોરબંદરના હિરલબેન જાડેજા તથા અન્ય આરોપીઓ વિરૂૂધ્ધ સાયબર પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ફરિયાદમાં તપાસના કામે ઉંડાણ પુર્વકની તપાસ કરી આરોપીઓ વિરૂૂધ્ધ આશરે 3 હજાર પાનાની ચાર્જશીટ તૈયાર કરી નામદાર કોર્ટમાં સબમિટ કરેલ છે.