સુરેન્દ્રનગરમાં ધજાળા ગામે નજીવી બાબતે બોલાચાલી બાદ ત્રણ રાઉન્ડ ફાયરિંગ
ગુજરાતમાંથી અવારનવાર ફાયરિંગની ઘટનાઓ સામે આવતી હોય છે એવામાં સાયલા તાલુકાના ધજાળા વિસ્તારમાં સામાન્ય બાબતમાં બોલાચાલી બાદ હવામાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું. સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં ધજાળાના શીરવાણીયા ગામમાં બોલાચાલી બાદ ત્રણ રાઉન્ડ હવામાં ફાયરીંગ કરવામાં આવ્યું હતું. ફરિયાદીના ઘર પાસે 8 જેટલા લોકોએ બોલાચાલી બાદ ત્રણ રાઉન્ડ હવામાં ફાયરીંગની ઘટના બની હતી.
જૂની વાતનું મનદુ:ખ રાખીને અગલ અગલ ત્રણ શખ્સોએ હવા ફાયરીંગ કર્યું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. મામલાની જાણ થતાં જ લીંબડી ડિવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. થોડા દિવસ પહેલા જ હત્યાનો બનાવ બનવા પામ્યો હતો અને તેની સ્યાહી હજુ સુકાઈ નથી ત્યારે ફરી ફાયરીંગનો બનાવ બનતા પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. આ મામલે ધજાળા પોલીસ મથકે 8 શખ્સો સામે ફરિયાદ નોંધવામાં આવી છે જેમાં હાલ એક આરોપીને ઝડપી પડાયો છે.