વેરાવળમાં દુકાનમાંથી બેટરી ચોરી કરનાર ત્રણ શખ્સ ઝડપાયા
વેરાવળ સીટી સર્વેલન્સ સ્કોડે ચોરીના બનાવમાં સી.સી.ટી.વી. ફુટેજ તથા ખાનગી બાતમીરાહે મળેલ હકિકતના આધારે ચોરી કરનાર ત્રણ શખ્સોને રૂૂા.25 હજારના મુદામાલ સાથે પકડી પાડી અનડીટેકટ ગુન્હાનો ભેદ ઉકેલી કાઢેલ છે. વેરાવળના ભાલપરા રોડ ઉપર રહેતા મિતેશ જેઠાલાલ સુયાણી ઉ.વ.44ની ભવાની રેલ્વે ફાટકની પાસે સુર્યા ઇન્જીનીયરીંગની પાછળ બેટરી રીપેરીંગની દુકાનમાં જુની મોટી બેટરી નંગ-3 રૂૂા.15 હજાર, નાની બેટરી નંગ-1 રૂૂા.2 હજાર, ડાઇનામા પ્લેટ સેટ નંગ-12 રૂૂા.6 હજાર, સેલ્ફ હાઉસીંગ નંગ-4 રૂૂા.2 હજાર મળી કુલ રૂૂા.25 હજારની ચોરીઓ થયેલ હોવાની ફરીયાદ પોલીસમાં નોંધાવતા સર્વેલન્સ સ્કોડના પો.સબ ઇન્સ. એસ.એમ.દેવરેના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. વિપુલસિંહ રાઠોડ, વજુભાઇ ચાવડા, પો.હેડ કોન્સ.વિશાલભાઇ ગળચર, સુનિલભાઇ સોલંકી, અનિરૂૂધ્ધસિંહ રાયજાદા, કમલેશભાઇ પીઠીયા, ચિંતનસિંહ ખેર, હરેશભાઇ ચુડાસમા, પ્રદિપસિંહ ખેર, પો.કોન્સ.અશોકભાઇ મોરી, રોહીતભાઇ ઝાલા, ભુપતભાઇ સોલંકી, રવિકુમાર ગોહિલ સહીતના પેટ્રોલીંગ દરમ્યાન સંયુકતમા મળેલ બાતમીના આધારે પાટણ દરવાજા સામે આવેલ પી.એચ.વાડીયા ભંગારના ડેલાના પાછળના ભાગમા બાવળના ઝાંખરામા ચોરીછુપીથી રાખેલ જે મુદામાલ વહેંચવા પસાર થતા હોવાની હકીકત મળતા વોચ ગોઠવેલ તે દરમ્યાન ચાલીને આવતા શખ્સને રોકી યુકતી પ્રયુકતી પુછપરછ કરતા ચોરીનો ગુન્હો કરેલ હોવાની કબુલાત આપતા (1) કિશન દેવાભાઈ સોલંકી ઉ.વ-27 (2) સુનીલ ગણેશ સોલંકી ઉ.વ-21 (3) દેવદાસ ગણેશભાઈ સોલંકી ઉ.વ- 19 ને ચોરી થયેલ રૂૂા.25 હજારના મુદામાલ સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.