રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

જસદણમાંથી નકલી ડોલર સાથે વેપારી સહિત ત્રણ શખ્સો ઝડપાયા

12:02 PM Nov 16, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

જસદણ પંથકમાં નકલી અમેરિકન ડોલર વટાવવા આવેલા 3 શખ્સોને ગ્રામ્ય એસઓજીએ ઝડપી લઈ અમેરિકાની 100 ડોલરની 94 જેટલી નકલી ડોલરની નોટ તથા ભારતીય ચલણની 500ના દરની 282 નોટ મળી રૂા. 1.41 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. ઉત્તર પ્રદેશથી આ નકલી ડોલર લાવીને જસદણનમાં તે વટાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમાં પોલીસે ભાવનગર અનેજસદણના ત્રણ શખ્સોને ઝડપી લીધા હતાં. આ મામલે પુછપરછમાં આ આંતરરાજ્ય નેટવર્ક હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

મળતી વિગતો મુજબ જસદણના કમળાપુર રોડ પર આવેલ એક હોટલ નજીક ત્રણ શખ્સો વિદેશી ચલણ વેચવા આવ્યા હોવાની માહિતીના આધારે ગ્રામ્ય એસઓજીના પીઆઈ એફએ પારઘી સાથે પીએસઆઈ ભાુનુભાઈ મિયાત્રા અને તેમની ટીમે દરોડો પાડ્યો હતો. જ્યાંથી ત્રણ શખ્સોને ઝડપી લીધા હતાં. આ ત્રિપુટી પાસેથી ફેડરલ રિઝર્વ નોટ ધ યુનાઈટેડ સ્ટેટ ઓફ અમેરિકાની 100 ડોલરની 94 નોટ અને એક ડોલરની 2 નોટ તેમજ ભારતીય ચલણની 500ના દરની 1.41 લાખના કિંમતની 282 નોટ મળી આવી હતી. એસઓજીએ જસદણના કમળાપુર ગામના મદાવા રોડ ઉપર પાવર હાઉસ પાસે રહેતા ભાવેશ કુરજીભાઈ ઉબરેજિયા ઉ.વ.36 અને તેનાભાઈ ચંદુ કુરજીભાઈ ઉબરેજિયા સાથે ભાવનગરના ઉમરાળાના કુંભાર શેરીમાં રહેતા વેપારી અજય હિંમતભાઈ ચુડાસમાની ધરપકડ કરી હતી.

આ ત્રણેય શખ્સો પાસેથી મળેલ વિદેશી ચલણ નકલી હોવાનું સામે આવ્યું હતું.પુછપરછમાં જાણવા મળ્યું કે, આ ત્રણેય શખ્સો સસ્તામાં અમેરિકન ડોલર વેચવા આવ્યા હતાં. ઉત્તર પ્રદેશના શખ્સે તેમને આ નકલી અમેરિકન ડોલર આપ્યા હોય અને તે વટાવવા આવ્યા હતાં. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, અગાઉ વર્ષ 2018-19માં પણ જસદણ પંથકમાંથી નકલી અમેરિકન ડોલર અંગેનો ભાંડો ફૂટ્યો હતો. આ ત્રિપુટીનું કનેક્શન ક્યાં ક્યાં છે તે બાબતની તપાસ શરૂ કરવામાં આવી છે.

રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવ તથા ડીઆઈજી જયપાલસિંહ રાઠૌરની સુચનાથી એસઓજીના પીઆઈ એફએ પારઘી સાથે પીએસઆઈ ભાનુભાઈ મિયાત્રા, એએસઆઈ અતુલભાઈ ડાભી, સંજયભાઈ નિરંજની, અમિતભાઈ કનેરિયા, વિજયભાઈ વેગડ, અરવિંદભાઈ દાફડા, શિવરાજભાઈ ખાચર, વિજયગીરી ગૌસ્વામી, ચીરાગભાઈ કોઠીવાર, રઘુભાઈ ઘેડ, અને નરસીભાઈએકામગીરી કરી હતી.

Tags :
crimefake dollarsgujaratgujarat newsJasdan
Advertisement
Next Article
Advertisement