For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભાવનગરના ગોપનાથ નજીક ત્રણ વ્યક્તિને માખીઓએ ડંશ દીધા: વૃદ્ધા ગંભીર

02:01 PM Nov 19, 2025 IST | Bhumika
ભાવનગરના ગોપનાથ નજીક ત્રણ વ્યક્તિને માખીઓએ ડંશ દીધા  વૃદ્ધા ગંભીર

ભાવનગર જિલ્લાના તળાજા ના ગોપનાથ નજીક રેલીયા ગામના રહીશો વાડીએ હતા એ સમયે ત્રણ વ્યક્તિ ને માખીઓના ઝુંડ એ ડંશ દેતા તમામ ને 108 દ્વારા અહીંની સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.જ્યાં વૃદ્ધા ને વધુ સારવાર ની જરૂૂર હોય ભાવનગર રીફર કરવામાં આવેલ.

Advertisement

રેલીયા ગામના ખેડૂત પરિવારના નંદુબેન ધનજીભાઈ (ઉ.વ.85), અમિત ગોબરભાઈ (ઉ.વ.10) અને ગોબર ધનજીભાઈ (ઉ.વ.55) ને ઝેરી કહી શકાય તેવી માખીઓના ઝુંડ કરડી જતા ત્રણેય ને સારવાર અર્થે તળાજા લાવતા અહીંની સરકારી હોસ્પિટલ માંથી નંદુબેન ને વધુ સારવાર ની જરૂૂર જણાતા ભાવનગર રીફર કરેલ.

ગોબરભાઈ એ જણાવ્યું હતુ કે વૃક્ષ પર માખીઓ નું મોટું ઝુંડ છે.તેને પક્ષી દ્વારા ચાંચ મારવામાં આવતા માખીઓ નંદુબા ને કરડવા લાગી હતી.આથી પોતે અને બાળક ગોદડું ઓથડવા જતા અમોને પણ કરડી ગયેલ. દહેશત વ્યક્ત કરી હતીકે ગોપનાથ જતાજ રસ્તાપર જ માખીઓ વૃક્ષ પર છે.અહીંથી તેને હટાવવામાં નહિ આવે તો સ્થાનિક રહીશો અને યાત્રિકો પર ખતરો રહેલ છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement