ભાવનગરના ઢસામાં બુટલેગરોને છોડાવવા મહિલા સહિત ત્રણની પોલીસ સ્ટેશનમાં ધમાલ
ઢસા ગામમાંથી દાશી દારૂૂ સાથે ઝડપી પાડેલાં ત્રણ મહિલા સહિત ચાર બુટલેગરોને છોડાવવા આવેલાં એક મહિલ સહિત ત્રણ લોકોએ ઢસા પોલીસ સ્ટેશન માથે લાધું હતું.એટલું જ નહીં,પોલીસ કર્મચારીઓ સાથે ઝપાઝપી કરી પોલીસ સ્ટેશનમાં આત્મહત્યાની ધમકી આપી પોલીસ મથકમાં ઘમાલ મચાવી પોલીસની ફરજ રૂૂકાવટ કરી હતી. બનાવ અંગે ત્રણેય વિરૂૂદ્ધ પોલીસે ગુનો નોંધ્યો હતો. ઢસા પોલીસે બાતમીના આધારે ઢસા ગામે પાણીની ટાંકી પાસે દરોડો પાડી દેશી દારૂૂનું વેચાણ કરી રહેલા ત્રણ મહિલા અને એક પુરૂૂષને પકડી પાડયા હતા.તમામને પોલીસ સ્ટેશને લાવી પંચનામું કરાઈ રહ્યું હતું ત્યારે બુટલેગરોનાં પરિવારના સભ્યો કિરણ સુરેશભાઈ મીઠાપરા, સંજય સુરેશભાઈ મીઠાપરા અને અસ્મીતાબેન સંજયભાઈ મીઠાપરા (રહે.ત્રણેય ઢસા ) પોલીસ સ્ટેશને દોડી આવ્યા હતા અને અમારા ઘરના સભ્યોના જ તમે કેસો કરો છો તેમ કહી દારૂૂ સાથે ઝડપાયેલાં ચારેય લોકોને કાયદેસરના પોલીસ કબ્જામાથી છોડાવી જવા દબાણ શરૂૂ કર્યું હતું.
તેવામાં ફરજ પરના પોલીસ કર્મચારીએ તેમને રોકતા ત્રણેયે બૂમાબૂમ કરી પોલીસ સાથે ઝપાઝપી કરી હતી.તેમજ પોલીસ કર્મચારી અરજણભાઇ મેરનો શર્ટ પકડી બટન તોડી તેમને મુક્કા માર્યાં હતા. તો, અન્ય એક પોલીસ કર્મચારી જીનેશભાઈ ચૌહાણને કિરણે મુક્કા માર્યાં હતા. તેમજ અસ્મિતાબેને મહિલા પોલીસ કર્મચારી સેજલબેન ખેર તથા હીરલબેન ખેર સાથે ઝપાઝપી કરી સેજલબેન ખેરનું કુર્તું ફાડી નાખ્યું હતું. જેના કારણે પોલીસ સ્ટેશનમાં વાતાવરણ તંગબન્યું હતું. તેવામાં કિરણ અને સંજયે આત્મહત્યાને પ્રયાસ કરી પોલીસની ફરજમાં રૂૂકાવટ કરી હતી. આ બનાવ અંગે ઢસા પોલીસના હેડ કોન્સ્ટેબલ લાલજીભાઈ શાંતિભાઈ રાજૈયાએ ઉક્ત મહિલા સહિત ત્રણ વિરૂૂદ્ધ પોલીસ કર્મચારીઓ સાથે ગેરવર્તન કરી, તેમની સાથે ઝપાઝપી કરી કાયદેસરના પોલીસ કબ્જામાંથી આરોપીનો છોડાવવાનો પ્રય્સ કરી આત્મહત્યાની ધમકી આપી ફરજમાં રૂૂકાવટ કર્યાની ફરિયાદ નોંધાવી હતી.