જસદણ પાસે રૂા.2.63 લાખના વિદેશી દારૂ સાથે રાજકોટના ત્રણ શખ્સો ઝડપાયા
જસદણ નજીક ભાડલાના દહિંસરા ગામની સીમ વિસ્તાર માં પોલીસે દરોડો પાડી રૂૂ.2.63 લાખના વિદેશી દારૂૂ ભરેલી બે કાર સાથે રાજકોટના ત્રણ શખ્સોની ધરપકડ કરી કુલ રૂૂપિયા 11.73 લાખનો મુદામાલ કબજે કર્યો હતો.
રાજકોટ જીલ્લામાં દારૂૂની હેરાફેરી કરતા બુટલેગરો ઉપર વોચ રાખવા અને દારૂૂની પ્રવુતિ નેસ્તનાબુદ કરવા રેન્જ આઈજી અશોકકુમાર યાદવ અને જીલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરે સુચના આપેલ હોય ભાડલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે.વી. પરમાર તથા ભાડલા પોલીસ સ્ટાફ સાથે પોલીસ સ્ટેશન વિસ્તાર માં પેટ્રોલિંગ દરમ્યાન મળેલ બાતમી આધારે વોચ રાખી તપાસ કરી દહિંસરાથી કુંદણી ગામ તરફ જવાના કાચા રસ્તે રાજાવડલા ગામ તરફ જતા રસ્તા પાસેથી સ્વીફ્ટ ફોરવ્હીલ રજી. નં.-જી.જે. 33 કે 1120 તેમજ મારૂૂતી સુઝુકી કંપનીની સ્વીફ્ટ ફોરવ્હીલ રજી. નં.-જી.જે. 03 એન.કે. 5866ને અટકાવી તલાશી લેતા તે માંથી રૂૂ.2.63 લાખના વિદેશી દારૂૂની 202 બોટલ મળી આવતા રાજકોટ, કોઠારીયા મેઇન રોડ, શ્વાતી પાર્ક, શેરી નં.-3, બ્લોક નં.-19માં રહેતા જયદીપ પ્રફુલભાઇ દલસાણીયા,રાજકોટ, કોઠારીયા મેઇન રોડ, શ્વાતી પાર્ક, શેરી નં.-1, બ્લોક નં.-64માં રહેતા અજય ભીખુભાઇ મકવાણા અને રાજકોટ, પુનીત નગર, આશાપુરા મંદિર પાસે, ક્વાર્ટર નં.-414માં રહેતા પ્રકાશ પ્રવિણભાઇ ગુજરાતીની ધરપકડ કરી કુલ રૂૂ.11.73 લાખનો મુદામાલ કબજે કર્યો હતો. ભાડલાના પી.આઈ કે.વી.પરમાર સાથે સ્ટાફના અંકિતકુમાર ગામીત,મહિપત ઝાંબુકિયા અને નિલેશભાઈ ઝાપડીયાએ કામગીરી કરી હતી.
