વાડીમાં ચોરી કરતા રાજકોટ અને વાંકાનેરના ત્રણ શખ્સો ઝડપાયા
રાજકોટ જીલ્લામાં છેલ્લા ર મહિનામાં વાડી વિસ્તારમાં કેબલ વાયર ચોરીના બનાવો બન્યા હોય આ મામલે ગ્રામ્ય એલસીબીના પીઆઇ વી. વી. ઓડેદરા અને તેમની ટીમે આ ચોરીમાં સંડોવાયેલ ત્રીપુટીને વીરપુરના થોરાળા ગામની સીમમાંથી ઝડપી લીધા હતા. રાજકોટના જંગલેશ્ર્વરમાં રહેતા અમિત ભુપતભાઇ ડાભી તથા ભુપત ભનુભાઇ સોલંકી અને વાંકાનેરના પરેશ ભનુ સોલંકીની ધરપકડ કરી મોટર સાયકલના મેગવીલ અને કોપર વાયર કબજે કર્યો હતો. આ ત્રીપુટીએ છેલ્લા બે મહીનામાં અલગ અલગ 6 સ્થળોએ વાડી વિસ્તારમાં કોપર વાયર અને મોટર સાયકલની ચોરી કરી હતી.
આ ત્રીપુટી પ્રથમ મોટર સાયકલ ચોરી કરી સીમ વિસ્તારમાં જઇ રાત્રીના સમયે કેબલ વાયર ચોરી કરી લેતા હતા અને આ કેબલ વાયર સળગાવી તેમાથી કોપર કાઢી લેતા હતા તે ઉપરાંત ચોરાઉ મોટર સાયકલને ભાંગી તેના અલગ અલગ સ્પેર પાર્ટ ભંગારના ડેલામાં વહેંચી નાખતા હતા. વિરપુર પંથકમાં છેલ્લા બે મહીનામાં થયેલી 6 ચોરી ઉપરાંત રાજકોટ જીલ્લામાં વાડી વિસ્તારમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે.રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ, ડીઆઇજી જયપાલસિંહ રાઠૌડની સુચનાથી એલસીબીના પીઆઇ વી. વી. ઓડેદરા અને તેમની ટીમના અનીલભાઇ બડકોદીયા, બાલકૃષ્ણ ત્રીવેદી, વકારભાઇ આરબ, નિલેશભાઇ ડાંગર, દિવ્યેશભાઇ સુવા, રાજુભાઇ સાંબડા, હરેરશભાઇ પરમાર, અરવિંદસિંહ જાડેજા, શકતીસિંહ જાડેજા, કૌશીકભાઇ જોશી અને મેહુલભાઇ બારોટે કામગીરી કરી હતી.