તળાજા પંથકમાં દારૂ પીવાથી એક જ દિવસમાં ત્રણના મોત
ભાવનગર જિલ્લાના તળાજા શહેર પંથકમા દેશી વિલાયતી દારૂૂ સહિતના કેફી પીણાના વધતા દુષણ ને લઈ કંધોતર જેને પોતાના નાના બાળકો છે તેવા યુવાનો યમલોક ની વાટ પકડી રહ્યા છે.ગઈકાલ બપોર થી રાત્રીસુધીમા ત્રણ યુવાનો ના મોત ના સમાચાર મળ્યા.ત્રણેય યુવાનો ના મોત દારૂૂ પીવાના કારણે થયા હોવાની વાતે ચકચાર જગાવી હતી.
પમાણસ દારૂૂ નથી પીતો,દારૂૂ માણસ ને પી જાય છેથ સાવચેતી સુચવતું સૂત્ર તળાજા મા ચર્ચા નો વિષય બન્યું હતું.ગમે તેટલો તવંગર હોય કે ગરીબ.દારૂૂ મોત તરફ ચોક્કસ દોરી જાય છે. તેવી ત્રણ ઘટનામા પ્રથમ ઘટના ની વિગત મુજબ આર્થિક,ધંધાકીય અને સામાજિક લેવલે ખૂબ સક્ષમ કહી શકાય તેવા પરિવાર ના ફરજંદ નું સતત દારૂૂના વ્યસન ને લઈ લાખ્ખો રૂૂપિયા ની સારવાર કારગત ન નિવડતા મોત નીપજ્યું.નાની ઉંમરમાં પત્ની વિધવા બન્યા તો બે બાળકો પિતા ની છાયા ગુમાવી. બીજો બનાવ બન્યો અલંગ ખાતે મજુરી કરવા આવેલ પરપ્રાંતીય યુવક સાથે.શ્રમિક યુવક ની પત્ની નું આક્રંદ કરતું રુદન કાળજું કંપાવી દે તેવું હતું.મૃતક યુવક નારાયણ બુકાઈન પ્રજાપતિ ઉ.વ.37.ગોરખપૂર નો રહેવાસી હતો.તેની સાથે આવેલ શ્રમિક યુવકે કહ્યું બપોર બાદ મજૂરી કામ કરી ને ઘરે આવ્યા તે સમયે દારૂૂ બંને એ પીધોહતો. બાદ સુઈગયા હતા.જેમા નારાયણ કાયમી નિંદ્રામા પોઢીગયો.
ત્રીજી ઘટના બની શેત્રુંજી નદીમા માછલી મારવા ગયેલા યુવકના ડૂબી જવાની.મૃતક વિનાભાઈ ભીખાભાઈ પરમાર ઉ.વ.35. ગોરખી ગામ નજીક ઝુંપડી બાંધી રહેતો હતો.ત્રણ સંતાનોનો પિતા હતો. તેમની સાથે આવેલ લોકોના કહેવા મુજબ પીવા ની ટેવ વાળો હતો. પી ને નદીમા માછલી મારવા ગયોહતો. શરીર પરનો કાબૂ રહ્યો ન હોય પાણીમા પડ્યા બાર ઉભોજ ન થઈ શક્યો હોય. ઉલ્લેખનીય છેકે તળાજા શહેર અને પંથકમા 30 થી 40 વર્ષ ની અનેક મહિલાઓ વિધવા બની છે.અનેક બની રહીછે સૌ કોઈ જાણેછે દારૂૂ નો દૈત્ય ભરખી રહ્યો છે યુવાધન ને.પરિવાર જનો રાહ ભટકેલ ફરજંદો ને સુધારી શકતા નથી,દારૂૂબંધી ની જેમના શિરે જવાબદારી છે તે યુવાનોના મોત ના ભોગેપણ પોતાનું ઘર અને ખીસા ભરવામાં મસ્તછે તેથીજ તળાજા મા ભર બજારે દારૂૂ વેચાય છે ને પીવાયપણ છે.દારૂૂડિયાઓના કારણે સારા વેપારીઓએ પોતાનો ધંધો રોજગાર વહેલા બંધ કરી ઘરે જતા રહેવું પડેછે એ વાસ્તવિકતા છે.
પોલીસ સ્ટેશને દરોજ બે-પાંચ લીટર પકડાયો ની એફ.આઈ.આર નોંધાઇ છે તેની અસર વેપાર કરવા વાળા ઉપર પડતી નથી.અનેક યુવકો ને મોતના મુખમાં ધકેલી,માતા પિતા, પત્ની બાળકો બરબાદ થયા નું અનુભવે છે ને બુટલેગરો પોતાના સંતાનો ના પેટ ભરી રહ્યા છે.