વેરાવળમાં ગૌમાંસના જથ્થા સાથે ત્રણ શખ્સો ઝડપાયા, ગુનો નોંધાયો
વેરાવળ સર્વેલન્સ સ્કોડે ગૌ માસના જથ્થા સાથે ત્રણ શખ્સોને હ્યુમન સોર્શીસ તથા ચોકકસ બાતમીના આધારે ગૌમાંસ 20 કિલો સાથે ત્રણ શખ્સોને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
જુનાગઢ રેન્જ આઇ.જી.પી નિલેશ જાજડીયા, જીલ્લાના પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા, નાયબ પોલીસ અધિક્ષક વી.આર.ખેંગાર દ્વારા જીલ્લામાં ગૌમાંસની હેરા ફેરી કે વેંહચાણ કરતા શખ્સોની સામે કડક કાર્યવાહી કરવા સુચના આપતા પોલીસ ઇન્સ્પેકટર એચ આર ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડના પો.સબ.ઇન્સ આર.આર.રાયજાદા, એ.એસ.આઇ.વિપુલભાઇ રાઠોડ, વજુભાઇ ચાવડા, પો.હેડ.કોન્સ. વિશાલભાઇ ગળચર, અનિરુધ્ધસીંહ રાયજાદા, ચિંતનસિંહ ખેર, સુનિલભાઇ સોલંકી, હરેશભાઇ ચુડાસમા, પ્રદીપસિંહ ખેર, પો.કોન્સ. અશોકભાઇ મોરી, રોહીતભાઈ ઝાલા, નદિમભાઇ બ્લોચ, ભુપતભાઈ સોલંકી, રવિભાઇ ગોહીલ, ભાલકા ચોકીના એ.એસ.આઇ. પી.જી.વાળા સહીતના પેટ્રોલીંગમા રહેલ તે દરમ્યાન મળેલી બાતમીના આધારે મિસ્કીન કોલોની ગોદરશા તળાવ વિસ્તારમાં રહેતા ઇબ્રાહીમશા મહમદશા જલાલી ના રહેણાંક મકાને દરોડો પાડતા પ્લાસ્ટીકના કોથળામાં ગૌમાંસ 20 કિલો કિ.રૂૂા.3500, કતલ કરવામાં ઉપયોગમાં લીધેલ કુહાડો 1 રૂૂા.100, લાકડાના હાથાવાળી છરી 1 રૂૂા.50, લાકડાનો મોટો ટુકડો સહિતના મુદામાલ સાથે આરોપી (1) ઇબ્રાહીમશા મહમદશા જલાલી ને પકડી પાડેલ તેમજ ગોમાંસના જથ્થો પુરો પાડનાર અંગે પુછપરછ કરતા (2) સતાર રહીમભાઇ પંજા રહે.વેરાવળ તુરકચોરા નવી મસ્જીદ પાસે તથા (3) કાસીમ ઉર્ફે કાસમ એમનભાઈ મહીડા રહે- પ્રભાસ પાટણ પીપળીની કાદી વાડી વિસ્તાર એ આપેલ હોવાનું ફલીત થતા આ આરોપીઓ વિરૂૂધ્ધ પોલીસમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ-298 તથા પશુસંરક્ષણ અધિનિયમ-1954 (સુધારા અધિનિયમ-2017)ની કલમ-6(બી),8(4),10,તથા જી.પી.એકટ કલમ-119 મુજબનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.