પ્રભાસપાટણના બોળાસ ગામે જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયા
એલ.સી.બી.ના પો.ઇન્સ. એમ.વી.પટેલ ના માર્ગદર્શન મુજબ પો. સબ ઇન્સ. એ.સી.સિંધવ તથા ટીમના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન એ.એસ.આઇ. ગોવિંદભાઈ વંશ તથા અજીતસિંહ પરમાર નાઓને સંયુકત રીતે મળેલ બાતમી હકીકત આધારે પ્રભાસ પાટણ પોસ્ટે વિસ્તારમાં આવેલા બોળાસ ગામે નવાપરા વિસ્તારમાં રામાપીર મંદિર પાસે જાહેર જગ્યામાં જુગાર અંગે રેઇડ કરી નીચે જણાવેલ ઇસમો વિરૂૂધ્ધ પ્રભાસ પાટણ પો.સ્ટે. જુગારધારા મુજબ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
આરોપીઓ (1) વિજય નારણભાઇ વાઢેર, ઉ.વ.32 ધંધો મજુરી, રહે.બોળાસ (2) પરેશ કાનાભાઇ વાળા, ઉ.વ.28 ધંધો મજુરી, રહે.બોળાસ(3) મિતેષ બાબુભાઈ વાજા, ઉ.વ.22 ધંધો મજુરી, રહે.બોળાસ ગામ કબ્જે કરેલ કુલ મુદામાલ કી.રૂૂ.15,100 આ કામગીરી કરનાર અધિ/કર્મચારીઓ એલ.સી.બી. પો.ઇન્સ. એમ.વી.પટેલ, પો. સબ ઇન્સ. એ.સી.સિંધવ, એ.એસ.આઇ. ગોવિંદભાઈ વંશ, અજીતસિંહ પરમાર, નટુભા બસિયા, મિસિંગ પર્સન સ્કોડ ના પો.હેડ.કોન્સ નરેન્દ્રભાઈ પટાટ સહિતનાએ કામગીરી કરી હતી.