રાજકોટમાં ખોડલધામના ગરબામાં ત્રણ આયોજકો પર છરી વડે હુમલો
વીઆઇપી ગેલેરીમાં બેઠેલા જવેલર્સના ડ્રાઇવરના ભાઇને વીડિયો ઉતારવાની ના પાડતા પૂર્વ MLAના પૌત્ર સહિત ત્રણને છરી ઝીંકી દીધી
હુમલાખોરની પણ ટોળાએ ધોલાઇ કરી પોલીસને સોંપ્યો, મોડી રાત્રે આઇ.જી.ની મુલાકાત સમયે જ સર્જાયેલી બબાલ
રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર ચાલતા ખોડલધામ નોર્થના રાસોત્સવ દરમિયાન આજે સ્પોન્સરના પાસ પરથી એન્ટ્રી લઈ પરિવાર સાથે ગરબા જોવા આવેલા રાધિકા જવેલર્સના ડ્રાઈવરના ભાઈ અટલ સરોવર પાસે લાઈટ હાઉસમાં રહેતા મહેશગીરી જગદીશગીરી ગોસ્વામીને વીઆઈપીની બેઠક માંથી ઉભા કરવા બાબતે માથાકૂટ થયા બાદ મહેશગીરીએ આયોજક કમિટીના પૂર્વ ધારાસભ્યના પૌત્ર હરિભાઈ લલિતભાઈ સોરઠિયા (43) ઉપરાંત મૌલિક જયેશભાઈ પરસાણા (36) અને અશોક રત્નાભાઈ ફળદુ (38)ને છરીના ઘા ઝીંકી દેવાતાં ત્રણેયને ઈજા થતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ બનાવની જાણ થતા ડીસીપી ઝોન-2 રાકેશ દેસાઈ સહિતના અધિકારીઓ તાલુકા પોલીસ મથકે દોડી ગયા હતા.
તાલુકા પોલીસે આ મામલે ગણતરીના કલાકોમાં મેહેશગીરી ગોસ્વામીને ઝડપી લીધો હતો. રેન્જ આઈ.જી. અશોક કુમાર યાદવ પણ જ્યાં ગેસ્ટ તરીકે હાજરી આપવા ગયા હતા એ સ્થળે બનેલી હુમલાની આ ગંભીર ઘટનાને લીધે દોડધામ થઈ પડી હતી. સાવચેતી ખાતર તત્કાલ રાસોત્સવ બંધ કરાવી દેવામાં આવ્યો હતો.
આ મામલે અમીન માર્ગ જલારામ હોસ્પિટલ પાછળ જાનવી એપાર્ટમેન્ટ ફ્લેટ નંબર 02માં રહેતા અને કોટડા સાંગાણી તાલુકાના પીપલાણા ગામે રીનાઉન ઇન્ડસ્ટ્રીઝ નામથી ફેક્ટરી ધરાવતા મૌલિકભાઈ જયેશભાઈ પરસાણા (ઉં.વ.- 36)ની ફરિયાદને આધારે તાલુકા પોલીસે અટલ સરોવર પાસે લાઈટ હાઉસમાં રહેતા મહેશગીરી જગદીશગીરી ગોસ્વામી સામે ગુનો નોંધ્યો છે. મૌલિકભાઈ જયેશભાઈ પરસાણાએ ફરિયાદમાં જણાવ્યા મુજબ તે ખોડલધામ ટ્રસ્ટ સંચાલિત ખોડલધામ નોર્થ ઝોન નવરાત્રી મહોત્સવમાં છેલ્લા 15 વર્ષથી કમિટી મેમ્બર તરીકે સેવા આપું છું.
ગઈકાલ તારીખ 29/09/2025 ના રાત્રિના સાડા નવેક વાગ્યાથી ખોડલધામ ટ્રસ્ટ સંચાલિત ખોડલધામ નોર્થ ઝોન નવરાત્રી મહોત્સવ કે જે કણકોટ રોડ પરસાણા ચોક ખાતે થાય છે ત્યાં હાજર હતો અને અમો આ નવરાત્રી મહોત્સ વમાં કમિટી મેમ્બર તરીકે વ્યવસ્થામાં હાજર હોય જેમાં હું તથા અમારા કમિટી મેમ્બર હરેશભાઈ રમેશભાઈ સોરઠીયા ત થા અશોકભાઈ રત્નાભાઈ ફળદુ તથા જયેશભાઈ ખુંટ તથા વિજયભાઈ ફળદુ તથા શૈલેષભાઈ પરસાણા તથા નિલદીપભા ઈ તળાવીયા તથા જયેશભાઈ દુધાત્રા વિગેરેનાઓ પણ વ્યવસ્થા ના ભાગરૂૂપે હાજર હતા.
દરમિયાન સાડા દસેક વાગ્યાના અરસામાં નવરાત્રીનો મહોત્સવ ચાલુ હોય અને દશા બેઠક વ્યવસ્થામાં બધા માણસો પોત પોતાના પરિવાર સાથે બેસી ન વરાત્રી મહોત્સવ નિહાળી રહ્યા હોય તેમાં નવરાત્રી મહોત્સવ નિહાળવા માટે અમારા આમંત્રિત સ્પેશિયલ મહેમાન પધાર તા બેઠક વ્યવસ્થા ના આગળના ભાગે આવેલ આમંત્રિત મહેમાનની સીટ ઉપર એક વ્યક્તિ પોતાના પરિવાર સાથે બેસેલ હોય જેથી અમારી કમિટીના ક્ધવીનર ચેતનભાઈ સગપરિયા તથા નીલદીપભાઈ તળાવિયા એ આ આમંત્રિત મહેમાનની સીટ પર બેસેલ વ્યક્તિને ત્યાંથી ઊભા થઈ પાછળની સીટમાં જતું રહેવા જણાવતા તે વ્યક્તિ ઉશ્કેરાઈ ગયેલ અને કહેવા લાગેલ કે હું પણ VIP પાસ લઇને બેઠો છું તમે મને અહીંથી ઉભો કેમ કરી શકો તેમ કહી બહુ જ અભદ્ર ભાષામાં ગાળો બોલવા લાગેલ જેથી અમો ઉપરોક્ત કમિટી મેમ્બરો તેને સમજાવવા પ્રયત્ન કરેલ પરંતુ તેને કોઈની વાત માનેલ નહીં અને મોબાઈલ ફોન કાઢી વિડીયો/શુટીંગ ઉતારવા લાગેલ જેથી અમોએ તેને વિડીયો/શુટીંગ નહીં ઉતારવાનું કહેતા અને અ મારામાંથી કોઈએ તેને વિડીયો/શુટીંગ ઉતારતા અટકાવવા પ્રયત્ન કરતા તે ખૂબ જ ઉશ્કેરાઈ ગયેલ અને પોતે પહેરેલ પેન્ટ ના નેફામાંથી એક સ્ટીલની છરી કાઢી જેમ ફાવે તેમ ફેરવવા લાગેલ જેથી અમો તેને રોકવા જતા તેણે મને મારા જમણા હાથના બાવળા ના ભાગે તથા જમણી સાઈડ માં છાતીથી નીચેના ભાગે તથા ડાબા હાથના બગલના ભાગે છરીના ઘા મારી દીધેલ તેમજ મારી સાથેના કમિટી મેમ્બર અશોકભાઈ રત્નાભાઈ ફળદુ ને જમણા કાન ઉપર તથા ડાબા હાથના અં ગૂઠામાં તેમજ હરેશભાઈ રમેશભાઈ સોરઠીયા ને જમણા ખંભાના ભાગે તથા ડાબા હાથની કોણીની નીચેના ભાગે છરી વડે ઇજાઓ થતા સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા.
આ મામલે એસીપી ચૌધરીએ જણાવ્યું કે યુગલ સ્વરૂૂપે આવેલો હુમલાખોર શખ્સ અટલ સરોવર પાસે લાઈટ હાઉસમાં રહે છે અને તેને પણ ઈજા થઈ છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે અગાઉ મહેશગીરી રાધિકા જવેલર્સમાં ડ્રાઈવર હતો, હાલ તેનો ભાઈ તેમાં નોકરી કરે છે. જેના પાસેથી વી.આઈ.પી પાસ મેળવીને તે સ્ટેજ પર બેઠો હતો અને પાછળ જવાનું કહેતાં હુમલો કર્યો હતો.