શેઠ નગરમાં બે વર્ષ પૂર્વે પોલીસ ઉપર પથ્થરમારાનાં ફરાર ત્રણ શખ્સો ઝડપાયા
બે દેવીપૂજક જૂથ વચ્ચે થયેલી માથાકૂટમાં રાયોટિંગ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો
બે વર્ષ પૂર્વે શેઠ નગર પાસે ઝુંપડામાં બે દેવીપુજક જૂથ વચ્ચે થયેલી માથાકૂટ માં સરકારી કર્મચારીની ફરજમાં રૂૂકાવટના અને રાયોટીંગના ગુન્હાઓમાં આશરે બે વર્ષથી ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના બનાવમાં નાસતા ફરતા ત્રણ આરોપીઓને એલ.સી.બી. ઝોન-2 ટીમે ઝડપી લીધા હતા.
ગંભીર ગુન્હાઓમાં પકડવાના બાકી તેમજ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડી અસરકારક કામગીરી કરવા પોલીસ અધિકારીઓ તરફથી મળેલી સૂચના અનુસંધાને એલસીબી ઝોન-1ના પીએસઆઇ આર.એચ.ઝાલા અને ટીમે રાજકોટ શહેરના નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા પ્રયત્નશીલ હતા. આ દરમ્યાન ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં બે વર્ષ પૂર્વે બનેલા બનાવમાં શેઠ નગર નજીક ઝુપડપટ્ટીમાં જામનગર થી આવેલા દેવીપુજક જૂથે મારામારી કરી હતી ગેરકાયદે મંડળી રચી ધાતક હથિયાર ધારણ કરી ઝધડો કરી હુમલો કરી માર મારી તોડફોડ કરી નુકશાન કરવાના ગુન્હામાં તેમજ મંડળી રચી ધાતક હથિયાર ધારણ કરી હાથમાં પથ્થરો લઇ હુલ્લડ કરી પોલીસ સ્ટાફ સાથે પણ માથાકૂટ કરી પથ્થરમારો કર્યો હતો.સરકારી કર્મચારી ની કાયદેસરની ફરજમાં રૂૂકાવટ કરવાના ગુન્હાઓમાં નાસતા ફરતા આરોપી દિનેશભાઇ જખાનીયા તથા લાભુભાઇ વાજેલીયા તથા વિનુભાઇ સાડમીયા ફરાર હોય આ દરમ્યાન નાસતા ફરતા આરોપી દિનેશભાઇ બાબુ જખાનીયા તથા લાભુભાઇ કરમશી વાજેલીયા તથા વિનુભાઇ બાઘુભાઇ સાડમીયા 150 ફુટ રીંગ રોડ માધાપર ચોકડી પાસે આવેલ હોવાની ચોકકસ હકિકત મળેલ હોય જે હકિકત આધારે માધાપર ચોકડી ખાતેથી દિનેશ,લાભુ અને વિનુને ઝડપી લીધા હતા.
પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા અને ડીસીપી ઝોન-2ની સૂચના થી પીએસઆઇ આર.એચ.ઝાલા તથા એ.એસ.આઇ. જયંતીભાઇ ગોહિલ, રાજેશભાઇ મિયાત્રા તથા પો.હેડ કોન્સ. રાહુલભાઇ ગોહેલ, હેમેન્દ્રભાઇ વાધિયા, શકિતસિંહ ગોહિલ, ધર્મરાજસિંહ ઝાલા પો.કોન્સ. ફુલદીપસિંહ રાણાએ કામગીરી કરી હતી.