ઉછીના રૂપિયાની ઉઘરાણી કરી મિત્ર સહિત ત્રણ શખ્સનો યુવક ઉપર હુમલો
મહાત્મા ગાંધી પ્લોટની ઘટના : ઈજાગ્રસ્ત યુવકને સારવારમાં ખસેડાયો
શહેરમાં પારેવડી ચોક નજીક મહાત્મા ગાંધી પ્લોટમાં રહેતાં યુવાન પર આ વિસ્તારમાં જ રહેતાં શખ્સે છરીથી હુમલો કરી ડાબા સાથળે ઘા મારી દેતાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ પારેવડી ચોક નજીક મહાત્મા ગાંધી પ્લોટ શેરી નં. 12માં રહેતો સચીન નરેશભાઇ પરમાર (ઉ.વ.21) રાતે સાડા નવેક વાગ્યે ઘર નજીક હતો ત્યારે આ વિસ્તારમાં જ રહેતાં યશ રાઠોડે આવી ઝઘડો કરી છરીનો ઘા મારી દેતાં દેકારો મચી ગયો હતો. બનાવને પગલે લોકો ભેગા થઇ જતાં હુમલાખોર ભાગી ગયો હતો. સચીન લોહીલુહાણ થઇ ગયો હોઇ તેના સગાને જાણ થતાં ઘટના સ્થળે પહોંચી સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો.
બનાવની જાણ હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂૂ, મહેશભાઇ જોગડા, પ્રશાંતભાઇ, ધર્મેન્દ્રભાઇ, શકિતસિંહે કરતાં બી-ડિવીઝન પોલીસે કાર્યવાહી કરી હતી. સચીને જણાવ્યું હતું કે તે લાઇટર બનાવવાના કારખાનામાં કામ કરે છે.
અગાઉ તેણે યશ પાસેથી ઉછીના છ હજાર રૂૂપિયા કામ માટે લીધા હતાં. આ રકમ પાછી આપી દીધી હોવા છતાં તેણે ફરીથી ઉઘરાણી કરી ગાળો દેતાં ગાળો બોલવાની ના પાડતાં હુમલો કર્યો હતો. પોલીસે આક્ષેપો અંગે તપાસ હાથ ધરી છે.