‘તારુ ઇન્સ્ટાગ્રામમાં બોવ ચાલી ગયું લાગે’ કહી યુવાનને ત્રણ શખ્સોએ માર મારી છરી ઝીંકી
રાજકોટના રેલનગર મૈસુરભગત ચોક પાસે અજય ઉર્ફે અજુ સંજયભાઇ સોલંકી(ઉ.વ.20 ધંધો-મજુરી રહે-ચુનારાવાડ ચોક, શેરી નં-1 આજી નદીના કાંઠે સવલીબેન રજપુતના મકાનમા)ને રહીશ ખાટકી ઉર્ફે અબુ મહમદ ભાડુલા અને બે અજાણ્યા શખ્સોએ તારું ઇન્સ્ટાગ્રામમાં બોવ હાલી ગયું લાગે છે કહી માથાના ભાગે અને પગમાં છરી ઝીંકી દીધી હતી.આ મામલે પીએસઆઈ એ.એસ.મકરાણી તપાસ ચલાવી રહ્યા છે.
અજયે ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું મારી પત્નિ તનીશા તથા મારા દિકરા રાજ વીર મહીના સાથે રહુ છુ.અને મજૂરી કામ કરીને મારુ ગુજારાન ચલાવુ છુ હુ છેલ્લા દોઢેક વર્ષ થી મુસ્કાન સાથે મિત્રતા ના સંબંધમા છુ.અમે બન્ને ઘણીવાર બહાર ચા-પાણી નાસ્તો કરવા માટે મળતા રહીએ છીએ.તા.20/01ના સવારના ચારેક વાગ્યાની આસપાસ હુ અને મારી મિત્ર સપના કનોજીયા સાથે કાલાવાડ રોડ કે,કે,વી. હોલ પાસે આવેલ જય સીયારામ ચાની હોટલ પાસે બેઠા હતા ત્યારે મુસ્કાને તેના મોબાઇલ માથી વોટ્સએપ કોલ કરેલ અને કહેલ કે,હુ રવેચી હોલ મેસુરભગત ચોક પાસે રેલનગર જવાના રસ્તે એકલી છુ જેથી મને લેવા આવ બાદ હુ અને સપના અમે બન્ને મારા કબ્જાવાળુ એક્ટીવા મોપેડ લઈને મુસ્કાનને લેવા માટે રવેચી હોટલ ખાતે પહોંચેલ અને મુસ્કાનને મળેલ ત્યારે મુસ્કાન સાથે તેનો પતિ સાહીલ વાધેર,રહીશ ખાટકી ઉર્ફે અબુ મહોમદભાઈ ભાડુલા તેમજ બીજા બે અજાણ્યા વ્યક્તિઓ જેમને હુ જોયે થી ઓળખુ છુ પરંતુ તેનુ નામ ઠામ મને ખ્યાલ નથી.
એમ આ ચારે મને મળેલ બાદમા આ રહીશ અને તેની સાથેના અજાણ્યા બે વ્યક્તિ મને રવેચી હોટલની પાછળની બાજૂ આવેલ ડમ્પર પાસે લઈ ગયેલ પછી રહીશ એ મને કહેલ કે તારુ ઇસ્ટાગ્રામ મા બઉ હાલી ગયુ લાગે બાદ તેની પાસે રહેલ છરી વડે માથામા એક છરકો મારેલ અને તેની સાથેના બે અજાણ્યા વ્યક્તિઓએ મને ઢીકાપાટુનો મૂઢ માર મારેલ અને આ રહિશ એ મારા શરીરે જેમ ફાવેતેમ છરી વડે છરકાઓ મારેલ અને મારતા-મારતા આગળ લઈ ગયેલ અને ત્યારબાદ માણસો ભેગા થઈ જતા રહિશ અને તેની સાથેના બે અજાણ્યા વ્યક્તિઓ તેમની સફેદ કલરની સ્વીફ્ટ લઈ નાસી ગયેલ કોઇકે 108 મા ફોન કરતા થોડીવારમા 108 આવી ગઈ હતી અને સપના તેમજ મુસ્કાન મને સારવાર માટે અત્રે સીવીલ હોસ્પિટલ ખાતે લઈ આવી હતી.