મોરબીમાં પુત્રીની છેડતી મુદે ઠપકો આપતા પિતા ઉપર ત્રણ શખ્સનો હુમલો
મોરબીમા પુત્રીની છેડતી મુદે આપેલા ઠપકાનો ખાર રાખી પિતા પર 3 શખ્સોએ છરી અને તલવાર વડે હુમલો કર્યો હતો. હુમલામા ઘવાયેલા આધેડનુ સારવાર માટે ખસેડવામા આવ્યા હતા.
આ બનાવ અંગે પોલીસમાથી મળતી વિગત મુજબ મોરબીમા લાતી પ્લોટ મેન રોડ પર આવેલા જોન્સનગરમા રહેતા કાસમભાઇ ઉમરભાઇ સઘવાણી (ઉ.વ. પપ) રાત્રીનાં સાડા દસેક વાગ્યાનાં અરસામા પોતાના ઘર પાસે હતા ત્યારે મહંમદ કાસમ અને મહેબુબ સહીતનાં શખ્સોએ ઝઘડો કરી છરી અને તલવાર વડે હુમલો કર્યો હતો હુમલામા ઘવાયેલા આધેડને સારવાર માટે મોરબી બાદ રાજકોટ સિવીલ હોસ્પીટલમા ખસેડાયા હતા. પ્રાથમીક તપાસમા ઇજાગ્રસ્ત કાસમભાઇ સઘવાણીની પુત્રીની હુમલાખોર શખસોએ બે વાર છેડતી કરી હતી. જે અંગે આપેલા ઠપકાનો ખાર રાખી હુમલો કર્યો હોવાનુ જાણવા મળ્યુ છે.
બીજા બનાવમા જસદણનાં રાણીંગપર ગામે રહેતા મહેશ ગોવીદભાઇ સોમાણી નામના 30 વર્ષના યુવાને કોઇ અગમ્ય કારણસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવકને ઝેરી અસર થતા સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પીટલ ખાતે દાખલ કરવામા આવ્યો હતો. ઉપરોકત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.