જામનગરમાં યુવાન પર ત્રણ શખ્સોનો હુમલો
12:09 PM Dec 06, 2025 IST | Bhumika
જામનગરમાં ગાંધીનગર મેઇન રોડ પર રહેતા દિવ્યરાજ સિંહ સમરસિંહ ચાવડા નામના 24 વર્ષના યુવાનને દિપક દિલીપભાઈ અને તેના બે સાગરીતોએ માર માર્યાની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદી યુવાન પંડિત નહેરુ માર્ગ પર એક પાનની દુકાને પાન ખાવા માટે ગયો હતો, ત્યાં ત્રણેય શખ્સોએ તેની સાથે તકરાર કર્યા બાદ લોખંડ ના પાઇપ અને ધોકા વડે માર મારી ઇજા પહોંચાડી હોવાથી તેને જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર લેવી પડી છે, અને સીટી બી. ડિવિઝન પોલીસમાં ત્રણેય હુમલાખોરો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
Advertisement
Advertisement
