જૂનાગઢમાં દારૂના ત્રણ દરોડા, 21.23 લાખનો દારૂ જપ્ત
1500થી વધુ બોટલ કબજે, ફરાર આરોપીઓની શોધખોળ
જૂનાગઢ જિલ્લામાં દારૂૂ અને અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓને જડમૂળમાંથી ડામી દેવાના પોલીસ તંત્રના અભિયાન વચ્ચે, ક્રાઇમ બ્રાન્ચે એક જ દિવસમાં ત્રણ જુદા જુદા સ્થળો પર ત્રાટકીને 21,23,850ની કુલ કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂૂ તથા અન્ય મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. ક્રાઇમ બ્રાન્ચે પ્લાસવા, લાઠોદ્રા, અને માંડોદરા જેવા ગ્રામ્ય વિસ્તારોમાંથી કુલ 1512 બોટલો સહિત 21.23 લાખનો માલ કબજે કરીને બૂટલેગરોના નેટવર્ક પર સપાટો બોલાવ્યો છે.
જૂનાગઢ તાલુકાના પ્લાસવા ગામની સીમમાં પાર પડ્યું હતું. ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે, ગાંધીગ્રામ, સંજયનગરમાં રહેતો કિશન રામા કોડિયાતર ગેરકાયદેસર વિદેશી દારૂૂનો મોટો જથ્થો વાહનમાં મંગાવી રેલવે પાટા પાસેના ખરાબામાં કટિંગ કરવાની પેરવીમાં છે. ઙઈંએ તેમની ટીમ સાથે દરોડો પાડતા અલગ અલગ બ્રાન્ડની કુલ 1512 બોટલ/ચપટા જેની કિંમત 5,56,800 હતી, તે ઉપરાંત દારૂૂ ભરેલી મહિન્દ્રા બોલેરો પીક-અપ કિંમત 5,00,000 પણ જપ્ત કરવામાં આવી હતી. પ્લાસવાના આ કેસમાં કુલ 10,56,800નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે અને કિશન રામા કોડિયાતરને ફરાર આરોપી જાહેર કરાયો છે.
બીજા દરોડામાં, ક્રાઇમ બ્રાન્ચે માળીયા હાટીના તાલુકાના લાઠોદ્રા ગામની સીમ વિસ્તારમાં રહેણાંક મકાનના ઢાળિયામાં છુપાવેલા દારૂૂના જથ્થા પર દરોડો પાડ્યો હતો. પોલીસે ત્યાં પહોંચીને વિવિધ બ્રાન્ડની કુલ 1414 બોટલ, ચપટા તથા બિયર ટીન જપ્ત કર્યા હતા, જેની કિંમત ₹5,67,050/- હતી. આ કેસમાં કુલ 5,67,050 નો મુદ્દામાલ કબજે કરાયો છે અને બાલુ ઉર્ફે મામો બચુભાઈ લાખાણી નામનો આરોપી ફરાર છે.
ત્રીજા દરોડામાં, માણાવદર તાલુકાના માંડોદરા ગામની સીમમાં કરવામાં આવી હતી. બાતમીના આધારે પોલીસે ખેતરમાં આવેલા રહેણાંક મકાનમાં દરોડો પાડતા ખીમાભાઈ ઉકાભાઈ ભારાઈ નામના એક આરોપીને રૂૂમમાં દારૂૂની પેટીઓ ગોઠવતા પકડી પાડ્યો હતો. આ સ્થળેથી કુલ 1308 બોટલ/ચપટા/બિયર ટીન જપ્ત થયા હતા, જેની કિંમત 4,35,600 હતી. આ કાર્યવાહીમાં કિશન રામા કોડીયાતર, સાંગા ખીમાભાઈ ભારાઈ અને એક અજાણ્યો શખ્સ ફરાર જાહેર કરાયા છે.
આમ, એક જ દિવસમાં ક્રાઇમ બ્રાન્ચે જૂનાગઢ, માળીયા હાટીના અને માણાવદર જેવા ત્રણ જુદા જુદા વિસ્તારોમાંથી સફળતાપૂર્વક કુલ 21,23,850નો વિપુલ જથ્થો કબજે કરીને બૂટલેગરોમાં ફફડાટ ફેલાવી દીધો છે. પોલીસે ત્રણેય કેસમાં કાયદેસરની કાર્યવાહી શરૂૂ કરીને ફરાર આરોપીઓને ઝડપી લેવા માટે વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.