ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

કોડીનારમાં વીજ ચોરી કરતા ત્રણ કારખાનેદારને રૂા.4 કરોડનો દંડ

01:27 PM Oct 07, 2025 IST | Bhumika
Advertisement

કોડીનાર પંથકમાં છેલ્લા બે દિવસથી ઘનિષ્ઠ વીજ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે જેમાં કોલ્ડ સ્ટોરેજ અને આઈસ ફેક્ટરી મળીને કુલ ત્રણ જેટલા કારખાનેદારોને ટ્રાન્સફોર્મર માંથી ડાયરેક્ટ લંગરિયા નાખીને વીજ ચોરી કરતા રંગે હાથે પકડી પાડીને GUVNL તંત્ર દ્વારા 4 કરોડ રૂૂપિયાનો દંડ ફટકારતા વીજચોરો મા ફફડાટ વ્યાપી ગયેલ છે. આ ત્રણેય કારખાનેદાર દ્વારા ટ્રાન્સફોર્મરમાં લંગર મારી મીટર ને બાયપાસ કરી વીજચોરી કરી રહ્યા હતા જેને ૠઞટગકની વિજિલન્સ ટીમે રંગે હાથે ઝડપી પાડવામાં આવતા વીજચોરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

Advertisement

ગિરસોમનાથ ના કોડીનાર પંથકના વિસ્તારોમાં વીજ ચોરી કરનાર તત્વો સામે GUVNL તંત્ર આકરા પાણીએ બની ગયું છે. તેમાં કોઈ પણ ચમરબંધીને બક્ષવામાં નહિ આવે તેવી વ્યવસ્થા સાથે GUVNL તથા PGVCL ના સયુંકત સંકલન સાથેના ADGP તથા ચીફ એન્જીનીયર (PGVCL ભાવનગર) ની સૂચના તથા માર્ગદર્શન હેઠળ GUVNL ના વિજિલન્સ અધિકારીઓ પોલીસ સ્ટાફ સાથે વીજ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.

પ્રાપ્ત માહિતી મુજબ વીજ ચેકીંગ દરમિયાન કોડીનાર રોણા જ રોડ ઉપર આવેલ ઓમ સાઈ કોલ્ડ સ્ટોરેજ જય ભવાની તથા દેવડી રોડ ઉપર આવેલ સોમનાથ આઈસ ફેક્ટરીમાં એમ કુલ 3 ફેક્ટરીઓમાં વીજ ચેકીંગ હાથ ધરવામાં આવતા ટ્રાન્સફોર્મર લાઈનમાં લંગર મારી તથા મીટર ને બાયપાસ કરી વીજ ચોરી કરતા રંગે હાથે ઝડપી પાડવામાં આવેલ. તેથી આ આઈસ ફેક્ટરીઓમાંથી મીટર તથા સર્વિસ ઉતારી લેવામાં આવ્યું હતું અને આઈસ ફેકટરીઓ ના માલિકોને કરોડો રૂૂપિયાના વીજ બિલ આપવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

વધુમાં આ બાબતે PGVCL કચેરીના સૂત્રોના જણાવ્યા અનુસાર આઈસ ફેક્ટરીઓના માલિકો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવશે. વીજ ચેકીંગમાં અધધધ કુલ 4 કરોડના દંડની રકમ ની વાત પંથકમાં વાયુ વેગે પ્રસરી હતી તેથી વીજ ચોરી કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

Tags :
crimegujaratgujarat newsKodinarKodinar news
Advertisement
Next Article
Advertisement