ગોંડલમાં મામા-ભાણેજ સહિત ત્રણ ઉપર કૌટુંબિક સગાનો હુમલો
ગોંડલના જામવાડી પાસે રહેતા કોળી યુવાન અને તેના બે મામા ઉપર કૌટુંબીક ભાઈ સહિતના ચાર શખ્સોએ સોડા-બોટલ વડે હુમલો કરી માથામાં સોડાબોટલના ઘા ઝીંકી દેતા આ મામલે ચાર શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જામવાડીમાં રહેતા શની બાબુભાઈ ધાપાની ફરિયાદના આધારે તેના કૌટુંબીક સગા સંજય છગન ગોહિલ, ભરત બાબુ મકવાણા, લાલજી ભરત મકવાણા અને ચેતન છગન ગોહેલ સામે ફરિયાદ નોંધાઈ છે.શનીએ ફરિયાદમાં જણાવ્યા મુજબ તેના કૌટુંબીક મામા રમેશ ગોહેલને સંજય ગોહેલ સાથે છેલ્લા ત્રણેક વર્ષથી મનમેળ ન હોય જેથી બન્ને વચ્ચે બોલવાના વહેવાર ન હોય શની તથા તેના કૌટુંબીક મામા અજય ગોહેલના લગ્નમાં ગયો હોય જે બાબતનો ખાર રાખી સંજયે ઝઘડો કરી શની તેમજ તેના કૌટુંબીક મામા રમેશ ગોહેલ ઉપર હુમલો કર્યો હતો અને સોડાબોટલ માથામાં ઝીંકીદીધી હતી. તેમજ છરી વડે હુમલો કરવા જતાં રમેશ ગોહેલને બચાવવા વચ્ચે પડેલા કુટુંબીક મામા દિપકભાઈને પણ હાથમાં ઈજા થઈ હતી. ઈજાગ્રસ્ત ત્રણેયને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હોય આ મામલે ગોંડલ તાલુકા પોલીસ મથકમાં સંજય તથા તેના ભાઈચેતન તેમજ ભરત અને તેના પુત્ર લાલુ સામે ફરિયાદ નોંધાવી હતી.