For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભાયાવદરમાં ગોવાના ટુરીસ્ટ ગાઇડ ઉપર રાજકોટના શખ્સ સહિત ત્રણનો હુમલો

02:06 PM Sep 12, 2025 IST | Bhumika
ભાયાવદરમાં ગોવાના ટુરીસ્ટ ગાઇડ ઉપર રાજકોટના શખ્સ સહિત ત્રણનો હુમલો

રૂા.1.25 લાખની ઉઘરાણી મામલે ટુરીસ્ટ ગાઇડના ઘરે આવી ઘરમાં ઘુસી માર માર્યો, બચાવવા વચ્ચે પડેલા યુવકના પિતાને પણ ફટકાર્યા

Advertisement

ભાયાવદરમાં રહેતા ગોવામાં ટુરીસ્ટ ગાઇડ તરીકે કામ કરતા યુવકે મિત્રના ઓળખીતાને આપેલા રૂૂ.1.25 લાખની ઉઘરાણી મામલે રાજકોટના શખ્સ સહીત ત્રણ શખ્સોએ ટુરીસ્ટ ગાઇડના ઘરે જઈ આંતક મચાવી ટુરીસ્ટ ગાઇડ અને તેના પિતા ઉપર ઘરમાં ઘુસી હુમલો કર્યો હતો.

ભાયાવદરમાં સરકારી દવાખાના સામે, હાઉસીંગ બોર્ડ સોસાયટીમાં રહેતા ગોવામાં ટુરીસ્ટ ગાઇડ તરીકે કામ કરતા અમિતકુમાર ઉર્ફે કાલી દીલીપભાઈ મારસોણીયા (ઉ.1.37) નોંધાવેલી ફરિયાદમાં રાજકોટના અજયસિંહ જાડેજા, ભાયાવદરના રાજ ઉર્ફે રાહુલ મેરાણી પ્રિયજીતના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ ગોવામાં ગુજરાતના જે ટુરીસ્ટ આવે તેઓને રહેવા તથા ગાઇડ કરવાનુ કામ કરે છે. બે વર્ષ પહેલા રાજકોટના અજયસિંહ જાડેજા ગોવા ફરવા આવેલ ત્યારે મને મારા મિત્ર ભાયાવદર વાળા કેયુર ઉર્ફે દુડીયો પટેલે ફોન કરી વાત કરેલ કે, અજયસિંહ જાડેજા મારા મિત્ર છે તેનુ ધ્યાન રાખજે તેમ ભલામણ કરેલ હતી.

Advertisement

ત્યાર પછી આ અજયસિંહ જાડેજાનો અમિતને ફોન આવેલ કે મારે પૈસાની જરુર છે તમે મને હાથ ઉચીના પૈસા આપો જેથી રૂૂ. 1.25 લાખ ઓનલાઇન ટ્રાન્સફર કરેલા હતા, ત્યાર બાદ અજયસિંહ જાડેજાની પાસે પૈસાની ઉઘરાણી કરતા પાછા આપેલ નહી. ફોન કરી પૈસા માગતો હતો તો તેઓ પૈસા આપવાની ના પાડી દિધેલ અને નંબર બ્લોકમાં નાખી દિધેલ હતો.બનાવની રાતે અજયસિંહને વોટસએપ મેસેજ કરી મારા પૈસા કયારે આપવાના છે ? તે બાબતે મોબાઈલમાં ઝગડો થયા બાદ અજયસિંહ જાડેજા સાથે રાજ ઉર્ફે રાહુલ મેરાણી અને પ્રિયજીતે હુમલો કર્યો હતો. તેમજ અમિતના પિતાને છરી બતાવી તારા દીકરાને ઘરની બહાર કાઢ આજે તેને પતાવી દેવો છે. તેમ કહી બેફામ ભુંડી ગાળો આપેલ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે ત્રણેયની શોધખોળ શરુ કરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement