For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વિજય પ્લોટમાં ઉછીના આપેલા 40 હજાર પરત માંગતા યુવાન પર મિત્ર સહિત ત્રણનો હુમલો

04:38 PM Nov 07, 2025 IST | admin
વિજય પ્લોટમાં ઉછીના આપેલા 40 હજાર પરત માંગતા યુવાન પર મિત્ર સહિત ત્રણનો હુમલો

રાજકોટ શહેરના રેલનગરમાં રહેતા દિવ્યરાજસિંહ સિધ્ધરાજસિંહ જાડેજા(ઉ.વ.21) ગઈકાલે વિજય પ્લોટમાં હતો ત્યારે મિત્ર હાર્દિકસિંહ જાડેજાને ઉછીના આપેલા પૈસા પરત માંગતા મિત્ર હાર્દિકસિંહ તેમના સાગરીતો મેઘરાજસિંહ જાડેજા તેમજ મનદીપસિંહ જાડેજા સહિતનાએ પાઇપ વડે મારમારી ઇજા કરી હતી.આ મામલે ભક્તિનગર પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

Advertisement

દિવ્યરાજસિંહે ફરિયાદમાં જણાવ્યુ હતું કે,હું રેડીયંટ કંપનીમાં તરીકે નોકરી કરૂૂ છુ.ગઈ તારીખ-06/11ના રોજ બપોરના બે વાગ્યાની આસપાસ હું રેલનગર ખાતે હતો ત્યારે મારા મિત્ર હાર્દિકસિંહ જાડેજાનો ફોન આવેલ હતો અને મને કહેલ કે તમે હોટલ ખાતે કયારે આવો છો ? તેમ પુછતા મે કહેલ કે હુ થોડીવારમાં આવુ છુ.તેમ મે આ હાર્દિકસિંહ જાડેજા સાથે વાત કરેલ અને બાદમાં બપોરના હુ તથા મારા મોટા બાપુના દિકરા લક્કીરાજસિંહ રધુવિરસિંહ જાડેજા અને મારા મીત્ર દેવરાજસિંહ દિગપાલસિંહ ઝાલા એમ અમો ત્રેણય જણાં આ મારા મીત્ર હાર્દિકસિંહ જાડેજાની હોટલ કે જે ગોંડલ રો ડ પર વિજય પ્લોટ શેરી નંબર-22 ખાતે આવેલ છે તેમની ઠાકર ચાની હોટલ ખાતે ગયેલ હતા.

આ મારા મીત્ર હાર્દિકસિંહ જાડેજાને મે બે વર્ષ પહેલા કટકે-કટકે ઉછીના રૂૂપીયા 40,000/- આપેલ હોય જે રૂૂપીયા મને પરત આપવા બાબતે મે આ મારા મિત્ર હાર્દિકસિંહ જાડેજા સાથે વાતચીત કરતો હતો ત્યારે આ હાર્દિકસિંહ જાડેજાએ મને ઉશ્કેરાઈ જઈને કહેલ કે તારા પૈસા આપવાના થતા નથી તુ થાઈ તે કહી લે તેમ કહી મારી સાથે બોલાચાલી કરી ગાળો આપવા લાગેલ અને આ હાર્દિકસિંહ જાડેજાએ તેમની હોટલ પાસે ઉભેલ તેમના મીત્ર મેઘરાજસિંહ જાડેજા અને મનદિપસિંહ જાડેજાને હોટલમાંથી ધોકા લઈને આવવાનુ કહેલ અને આ હાર્દિકસિંહ જાડેજા તેમની હોટલમાંથી એક પાઈપના કટકા જેવુ લઈને આવેલ હતા.ત્યારબાદ તેઓએ હુમલો કરતા માથાના પાછળના ભાગે લોહી નીકળવા લાગતા હુ ત્યાં રોડ પર નીચે પડી ગયેલ હતો અને માણસો ભેગા થઈ જતા આ ત્રણેય જણાં ત્યાંથી જતા રહેલ હતા.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement