માળિયાના વેજલપરમાં ત્રણ મકાન, બે મંદિરમાં ચોરી
12:36 PM Oct 11, 2025 IST
|
Bhumika
Advertisement
માળિયા તાલુકાના વેજલપર ગામમાં ગત રાત્રીએ તસ્કરોએ ધામા નાખ્યા હતા તસ્કરોએ ગામમાં ત્રણ મકાનો અને બે મંદિરોમાં ચોરી કરી હતી એટલું જ નહિ તસ્કરો એક બાઈક ઉઠાવી ગયાનું પણ ગ્રામજનો પાસેથી જાણવા મળ્યું છે.
Advertisement
માળિયા (મી.) તાલુકાના વેજલપર ગામમાં ચોરીનો બનાવ પ્રકાશમાં આવ્યો છે ગામમાં ત્રણ બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યા હતા જેમાં ધર્મેશભાઈ કૈલાના મકાનમાંથી રૂૂ 45 હજાર, કિશોરભાઈ ભોરણીયાના મકાનમાંથી રૂૂ 38 હજારની રોકડ ચોરી થઇ છે તેમજ વિનુભાઈ વિડજાના મકાનમાંથી તસ્કરોને કાઈ હાથ લાગ્યું ના હતું.
ગામમાં રહેતા દેવજીભાઈ ગોલતરનું બાઈક તસ્કરો ઉઠાવી ગયા હતા મંદિરોને પણ તસ્કરોએ નિશાને લીધા હતા ગામના બે મંદિરમાં દાનપેટી તોડી રોકડ રકમની ચોરી કરી ગયા હતા માળિયાના વેજલપર ગામે એક રાત્રીના ત્રણ મકાન અને બે મંદિરમાં ચોરી થતા ગ્રામજનોમાં ભયનો માહોલ છવાયો છે.
Next Article
Advertisement