જેતપુર અને ઉપલેટામાં 571 બોટલ વિદેશી દારૂ ભરેલી ત્રણ કાર ઝડપાઈ
જેતપુર અને એલસીબી પોલીસે બે અલગ અલગ સ્થળોએ પાડેલા વિદેશી દારૂના દરોડામાં 571 બોટલ વિદેશી દારૂ ભરેલી ત્રણ કાર સાથે પોલીસે 20 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. જેતપુરના ધોરાજી હાઈવે ઉપરથી પોલીસે ક્રેટા અને સ્વીફ્ટ કાર જ્યારે ઉપલેટા પાસેથી દારૂ ભરેલી ક્રેટા કાર ઝડપી પાડવામાં આવી હતી.
મળતી વિગતો મુજબ જેતપુર પોલીસે બાતમીના આધારે ધોરાજી હાઈવે પરથી દારૂનું પાયલોટીંગ કરતી ક્રેટા કાર નં. જીજે 18 બીએફ 1919 અને સ્વીફ્ટ કાર નંબર જીજે 10 ઈસી 0075 માંથી વિદેશી દારૂની 149 બોટલ કબ્જે કરી હતી. 9 લાખની કાર તથા એક લાખનો દારૂ મળી 10 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. જેતપુરના ઈન્ચાર્જ પીઆઈ બી.ડી. ઝાલા અને તેમની ટીમે કામગીરી કરી હતી.
જ્યારે ઉપલેટા પાસેથી એલસીબીની ટીમે જીજે 11 બીએચ 9307માંથી વિદેશી દારૂની રૂા. 2.58 લાખની કિંમતની 420 બોટલ દારૂ કબ્જે કર્યો હતો. ઉપલેટાના મુરખડા ગામની સીમમાંથી દારૂ ભરેલી કાર સહિત પોલીસે રૂા. 10.58 લાખનો મુદદ્દામાલ કબ્જે કર્યો હતો. એલસીબીના ફીઆઈ વી.વી. ઓડેદરા અને તેમની ટીમે કામગીરી કરી હતી.