ભાવનગરના ત્રણ બૂટલેગરો પાસા હેઠળ જેલમાં ધકેલાયા
11:33 AM Jun 06, 2025 IST | Bhumika
ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઇંગ્લીશ દારૂૂની ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલા ત્રણ આરોપીઓ સામે પાસા હેઠળ કાર્યવાહી કરી છે. આ કાર્યવાહી અંતર્ગત ત્રણેય આરોપીઓને રાજ્યની વિવિધ જેલોમાં મોકલવામાં આવ્યા છે.
Advertisement
જિલ્લા મેજિસ્ટ્રેટ ભાવનગરે ક્રાઇમ બ્રાન્ચની દરખાસ્તને માન્ય રાખીને પાસા વોરંટ ઇશ્યુ કર્યા હતા. જેમાં હરેશ ઉર્ફે જેટી વાઘેલા (ઉ.વ.22)ને લાજપોર જેલ સુરત ખાતે મોકલવામાં આવ્યો છે. બીજા આરોપી રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજુ પરમાર (ઉ.વ.35)ને સાબરમતી સેન્ટ્રલ જેલ અમદાવાદ ખાતે મોકલવામાં આવ્યો છે. જ્યારે ત્રીજા આરોપી આકાશભાઇ ઉર્ફે બલાડ પરમાર (20)ને ભુજની ખાસ જેલમાં મોકલવામાં આવ્યો છે. પોલીસે આ કાર્યવાહી દરમિયાન ઇંગ્લીશ દારૂૂ, મિલકત સંબંધી તેમજ શરીર સંબંધી ગુનાઓને લગતી અસામાજિક પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા આરોપીઓ સામે કડક પગલાં લીધા છે.
Advertisement
Advertisement