જિલ્લામાં ચાર દરોડામાં દારૂની 414 બોટલ સાથે ત્રણ બૂટલેગર ઝડપાયા
જામનગર શહેર જિલ્લામાં પોલીસે ચાર જગ્યાએ દરોડો પાડી વિદેશી દારૂૂની 414 નાની મોટી બોટલ સાથે ત્રણ શખ્સને ઝડપી લીધા હતા અને કુલ મળી રૂૂા. 1 લાખ ઉપરાંતનો મુદામાલ જપ્ત કર્યો હતો દરોડા દરમિયાન ત્રણ શખ્સ હાજર નહીં મળી આવતા તેને ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.
પ્રથમ દરોડાની પ્રાપ્ત વિગત મુજબ જામનગરમાં ગાયત્રીનગર શેરી નં.3ના છેડે રહેતા જીતેન્દ્રસિંહ પ્રવિણસિંહ રાયજાદા નામના શખ્સના રહેણાંક મકાને સીટી બી પોલીસે દરોડો પાડી વિદેશી દારૂૂના ર78 ચપલા ઝડપી લઈ રૂૂા.41700 નો મુદામાલ કબ્જે કર્યો હતો. દરોડા દરમિયાન આરોપી હાજર નહી મળી આવતા તેને ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.
બીજો દરોડામાં જામનગરમાં શંકરટેકરી, સિધ્ધાર્થ કોલોની શેરી નં.ર3 ખાતે રહેતા રાજેશ જયંતિભાઈ ઝાલા નામના શખ્સના રહેણાંક મકાને સીટી સી પોલીસે દરોડો પાડી વિદેશી દારૂૂની રૂૂા.8પ00 ની કિંમતની 8પ નંગ નાની બોટલો ઝડપી લીધી હતી. દરોડા દરમિયાન આરોપી હાજર નહી મળી આવતા તેની સામે પ્રોહી. એકટ હેઠળ ગુન્હો નોંધી શોધખોળ હાથ ધરી છે.
ત્રીજા દરોડામાં જોડિયા તાલુકાના ભાદરા પાટીયા પાસેથી પસાર થતાં છગન દિવાન રામસીંગ વસુનીયા નામના આદિવાસી શખ્સને સ્થાનિક પોલીસે વિદેશી દારૂૂની 43 બોટલ સાથે ઝડપી લઈ રૂૂા.467પ0 નો મુદામાલ કબ્જે કર્યો હતો.
ઝડપાયેલ શખ્સ મોટરસાઈકલમાં વિદેશી દારૂૂની હેરાફેરી કરતા મળી આવ્યો હતો.ચોથા દરોડામાં જામનગરના સીંગચ ગામે આવેલ બાપાસિતારામની મઢુલી પાસેથી ધર્મેન્દ્રસિંહ કનુભા જાડેજા અને નરપાલસિંહ સજુભા જાડેજા નામના બન્ને શખ્સને મેઘપર પડાણા પોલીસે દરોડા દરમિયાન વિદેશી દારૂૂની રૂૂા.4 હજાર કિંમતની 8 બોટલ સાથે ઝડપી લીધા હતા.
જયારે પ્રકાશ ઢચા નામના શખ્સની સંડોવણી ખુલતા ત્રણેય વિરૂૂધ્ધ પોલીસે પ્રોહી. એકટ હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી.