ભાવનગરમાં નશીલા સીરપની 1800 બોટલ સાથે ત્રણ ઝડપાયા : 3 ફરાર
સ્ટેટ મોનીટરીંગ સેલે ભાવનગર શહેરના આંબાવાડી વિસ્તારમાં આવેલ ફ્લેટમાં દરોડો પાડયો હતી.અને કોડીન સીરપની 1798 બોટલ સાથે ત્રણ શખ્સને ઝડપી લીધા હતા.જયારે ત્રણ શખ્સ ફરાર થઈ ગયા હતા.એસએમસીએ રૂૂ.4.37 લાખનો મુદ્દામાલ કબજે લઈ છ શખ્સ વિરૂૂધ્ધ ગુનો નોંધાવ્યો છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર શહેરના આંબાવાડી સ્થિત વૃષા સુવર્ણમ ફ્લેટના રૂૂમ નં. 304 માં કોડીન ફોસ્ફેટ તથા ટ્રાયપ્રોલીડિન હાઇડ્રોક્લોરાઇડ સીરપનો મોટા પાયે કારોબાર ચાલતો હોવાની બાતમી સ્ટેટ મોનીટરીંગ સેલેના અધિકારીઓને મળી હતી.
જે બાતમીના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલેઆંબાવાડી સ્થિત વૃષા સુવર્ણમ ફ્લેટના રૂૂમ નં. 304 માં ત્રાટકી હતી.અને ફ્લેટમાં સતત બે દિવસ સુધી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.અને ફ્લેટમાંથી કોડીન ફોસ્ફેટ તથા ટ્રાયપ્રોલીડિન હાઇડ્રોક્લોરાઇડ સીરપનો જથ્થો મળી આવ્યો હતો.એસએમસીએ કોડીન ફોસ્ફેટ તથા ટ્રાયપ્રોલીડિન હાઇડ્રોક્લોરાઇડ સીરપની કુલ મળી 1798 બોટલ રૂૂ.3,47,726 ની કબ્જે લીધી હતી.
એસએમસીએ સીરપનો કારોબાર ચલાવનાર નિશાંત હિતેશભાઈ સંઘવી (રહે. રૂૂમ નં. 304, વૃષા સુવર્ણમ ફ્લેટ, આંબાવાડી, ભાવનગર) અને ગ્રાહક તોફિક રફીકભાઈ શેખ (અજય ટોકિઝ, ભિલવાડા સર્કલ, ભાવનગર),રહીમ ફિરોઝભાઈ વિરાણી (કુંભારવાડા, નારી રોડ, ભાવનગર) ને સીરપનો જથ્થો,રોકડા રૂૂપિયા,મોબાઈલ અને એક વાહન મળી કુલ રૂૂ.4,47,926 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.જ્યારે અસલમ,કમલેશ ઉર્ફે કમો,મુકેશ મદદગારી નામ ખુલતા એસએમસીએ છ શખ્સ નાર્કોટિક્સ ડ્રગ્સ પદાર્થ અધિનિયમની કલમ 8 ( સી ) , 21 ( સી ) ,29 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.