ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

રાજકોટમાં પેંડા ગેંગને આશરો આપનાર અને હથિયાર સપ્લાય કરનાર ત્રણ ઝડપાયા

01:14 PM Nov 03, 2025 IST | admin
Advertisement

બાબરાના સમઢિયાળા અને રાજકોટના શખ્સે મદદગારી કરી હતી, કુખ્યાત શખ્સે હથિયાર આપ્યાનું ખુલ્યું

Advertisement

રાજકોટના મંગળા રોડ પર બે જૂથ થયેલા ફાયરીંગમાં સંડોવાયેલી પરીયા ગેંગના સભ્યોને આશરો આપવામાં અને મદદગારી કરવાના ગુનામાં એસઓજીએ બે બાબરાના સમઢીયાળા અને રાજકોટના શખ્સની ધરપકડ કરી છે તેમજ હથિયાર સપ્લાય કરનાર નામચીન શખ્સને પણ એસઓજીની ટીમે ઝડપી લીધો હતો તેની દેશી બનાવટની પિસ્તોલ મળી હતી.

મંગળા રોડ પર બે જૂથ થયેલા ફાયરીંગ કરી ભાગી છુટેલા પરીયા ગેંગના સભ્યોને બાબરાના સમઢીયાળાના કમલેશ વજુભાઈ મેતાએ આશરો આપ્યો હતો તેમજ રાજકોટના દેવપરાનો ભરત રમેશ ડાભીની ધરપકડ કરી એક દિવસના રિમાન્ડ મેળવી તપાસ જારી રાખી છે. એસઓજીના સૂત્રોએ જણાવ્યું કે, આરોપી કમલેશે સમઢીયાળા આવેલી પોતાની વાડીમાં આરોપીઓને આશરો આપ્યો હતો. આરોપીઓને જમાડી કપડા પણ આપ્યા હતાં. જ્યારે બીજો આરોપી ભરત હાલ વોન્ટેડ બે આરોપીઓને કારમાં દ્વારકા સુધી મુકી આવ્યો હતો. બંને આરોપીઓની આ ભૂમિકા ધ્યાને લઈ ધરપકડ કરવામાં આવી છે. રાજકોટમાં કોન્સ્ટેબલ ભરત ગઢવીના મર્ડરમાં આરોપી કમલેશ પણ આરોપી હતો.

ત્યાર પછી તે આ કેસમાં તાજનો સાક્ષી બની ગયો હતો. તેના વિરૂૂધ્ધ ઘણા ગુના નોંધાયેલા છે. આ જ રીતે બીજા આરોપી ભરત વિરૂૂધ્ધ પણ ઘણા ગુના નોંધાયેલા છે. પરીયા ગેંગના આરોપી ભયલુને પિસ્તોલ સપ્લાય કરનાર લક્ષ્મીવાડી શેરી નં. 7/16 કોર્નર પર રહેતા અને ટ્રાવેલ્સનું કામ કરતાં સંજયરાજસિંહ મહેન્દ્રસિંહ ઝાલાનું નામ ખૂલતા તેને પણ એસઓજીએ ઝડપી લીધો હતો. તેની પાસેથી પણ દેશી બનાવટની પિસ્તોલ મળી આવતા તે અંગે ક્રાઈમ બ્રાંચમાં ગુનો દાખલ કરી તેની આ ગુનામાં ધરપકડ કરી હતી.

જ્યારે ફાયરીંગના ગુનામાં હવે પછી જેલમાંથી કબજો મેળવી એસઓજી ધરપકડ કરશે. એસઓજીની તપાસમાં એવું ખુલ્યું છે કે આરોપી ભયલુએ પોતાની પાસે રહેલી પિસ્તોલમાંથી ફાયરીંગ કર્યું હતું. પરંતુ થયું ન હતું. આ સ્થિતિમાં બીજા આરોપી મેટીયાઝાલાએ જ ફાયરીંગ કર્યા હતા. તેણે અન્ય શખ્સ પાસેથી પિસ્તોલ લીધી હતી. જેને ઝડપી લેવા હાલ તજવીજ થઈ રહી છે. મંગળા રોડ પરના ફાયરીંગમાં કુલ ત્રણ હથીયારોનો ઉપયોગ થયો હતો. જેમાંથી પરીયા ગેંગના મેટીયા ઝાલાએ જ્યારે સામા પક્ષના સંજલાએ જ ફાયરીંગ કર્યું હતું. એસઓજીના પી.આઈ એસ.એમ.જાડેજા સાથે પીએસઆઈ વી.કે.ઝાલા અને તેમની ટીમે કાર્યવાહી કરી હતી.

Tags :
crimegujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement