યુનિવર્સિટી રોડ પર મકાનમાં જુગાર રમતા ત્રણ ઝડપાયા
04:42 PM Jul 12, 2025 IST
|
Bhumika
Advertisement
ગુજરાત મિરર, રાજકોટ તા. 12- શહેરના યુનિવર્સિટી રોડ પર પુષ્કરધામ એપાર્ટમેન્ટમાં પોલીસે દરોડો પાડી પત્તા ટીંચતા ત્રણ શખ્સોની રૂા. 18,700ની રોકડ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જાણવા મળતી વિગત મુજબ ક્રાઈમ બ્રાંચના પીએસઆઈ એ.એન. પરમાર, હેડ કોન્સ. જયદેવસિંહ પરમાર, હરસુખભાઈ સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો દરમિયાન યુનિવર્સિટી રોડ પર પુષ્કરધામ એપાર્ટમેન્ટમાં બ્લોક નં. એ-2/ જી-5માં રહેતા પ્રવિણભાઈ ઉર્ફે જલારામ મનસુખભાઈ ગણાત્રા પોતાના મકાનમાં જુગાર ચલાવતા હોવાની બામતીના આધારે પોલીસે દરોડો પાડી પત્તાં ટીંચતા મકાનમાલીક પ્રવિણભાઈ ગણાત્રા ઉપરાંત દિનેશભાઈ ગોકળભાઈ ઘરસંડીયા અને મહેશભાઈ જમનભાઈ દલસાણીયાને પકડી લઈ પટ્ટમાંથી રૂા. 18,700ની રોકડ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
Advertisement
Next Article
Advertisement