જસદણ માર્કેટ યાર્ડના ત્રણ એજન્ટ દ્વારા જીરૂની ખરીદીના નામે 3 લાખની ઠગાઇ
બાબરાના લાલકા ગામના શખ્સ અને તેના બે પુત્રોએ જીરૂ ખરીદી અનેક વેપારીઓને રૂપિયા નહિ ચૂકવતા પોલીસ ફરિયાદ
જસદણ માર્કેટીંગ યાર્ડમાં કમીશન એજન્ટ પાસેથી રૂૂ.3.15 લાખનું જીરૂૂ ખરીદ કરી મોટી કંપનીમાં વેચવાની લાલચ આપી બાબરાના લાલકા ગામના પિતા પુત્ર સહીત ત્રણ શખ્સોએ કમીશન એજન્ટ અને યાર્ડના કેટલા વેપારીઓ સાથે છેતરપીંડી કરતા આ મામલે જસદણ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. જસદણ, ચીતલીયા રોડ, પાણીના ઘોરીયા, અર્જુન પાર્કમાં રહેતા અને ખેતી સાથે જસદણ માર્કેટીંગ યાર્ડમાં શ્રી રામદેવ એન્ટરપ્રાઈઝ નામની પેઢી ચલાવતા કમીશન એજન્ટ તરીકે ધંધો કરતા કાળુભાઈ મેપાભાઈ નાગડકીયા (ઉ.વ.50)એ બાબરાના લાલકા ગામના બાબુભાઈ મનજીભાઈ ઓતરાદી, મયુર બાબુભાઈ ઓતરાદી અને બ્રિજેશભાઈ બાબુભાઈ ઓતરાદી સામે ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ જસદણ નવા માર્કેટીંગ યાર્ડમાં શ્રી રામદેવ એન્ટરપ્રાઈઝ નામની દુકાન નંબર-63 મુજબની પેઢી આવેલ હોય લાલકા ગામના બાબુભાઈ મનજીભાઈ ઓતરાદીને જસદણ માર્કેટીંગ યાર્ડમાં 36 નંબરની પેઢી આવેલ હતી જે પેઢીનુ નામ એબીસી એન્ટરપ્રાઈઝ છે. આ બાબુભાઈ મનજીભાઈ ઓતરાદી તથા તેના દિકરા મયુર બાબુભાઈ અવાર નવાર કાળુભાઈની પેઢીમાંથી માલની ખરીદી તથા વેચાણ બાબતે આવતા તેમજ ક્યારેક આર્થિક વહિવટમાં બાબુભાઈના બીજા દિકરા બ્રિજેશભાઈ બાબુભાઈ આવતા. અને આ એબીસી એન્ટરપ્રાઈઝમાં છેલ્લા ત્રણેક વર્ષથી યાર્ડમાં હરાજી દરમ્યાન જીરાની ખરીદી ઉંચા ભાવે કરતા અને અમુક અમુક સમયે કાળુભાઈ તેઓ કહેતા કે મોટા-મોટા શહેરોમાં આવેલ મોટી કંપનીઓમાં ડાયરેકટ એજન્ટ તરીકે અમો કામ કરી જીરાનું વેંચાણ કરીએ છીએ તેમજ તેના બન્ને દિકરાઓ પણ સાથે એજન્ટ તરીકેનું કામ કરે છે.
બાબુનાના પુત્ર મયુરભાઈ દુકાનનો તમામ વહિવટ સંભાળતા હતા. કાળુભાઈ પાસેથી આ બાબુભાઈ મનજીભાઈએ તા. 19/03/2025 ના રોજ કાળુભાઈ અલગ-અલગ ખેડુતો પાસેથી લીધેલ જીરૂૂ આશરે 75 થી 80 મણ સ્ટોક હોઇ અને હરાજી થતા બાબુભાઈ મનજીભાઈ ઓતરાદી તથા તેના દિકરા મયુર તથા બ્રીજેશભાઇ રૂૂ.3.15 લાખ માં ખરીદી કરેલ અને તે વખતે તેનો દિકરા મયુરે રૂૂ.15,000 કાળુભાઈની પેઢીએ જમા કરાવી ગયેલ હતો બાદ તા.23/03/2025 થી તા.31/03/2025 સુધી માર્ચ એન્ડીંગની માર્કેટ યાર્ડમા રજા હોઈ અને કાળુભાઈના પૈસા બાબુભાઇ પાસેથી બાકી હોઇ જેથી કાળુભાઈએ તેમની પાસેથી મોબાઇલ ફોન થી ઉઘરાણી કરતા એપ્રિલમા પેઢી ખુલતા પૈસા આપી દઇશ તેમ જણાવેલ જેથી કાળુભાઈ તેમના વિશ્વાસમા રહેલ અને તા.01/04/2025 ના કાળુભાઈએ પૈસાની ઉઘરાણી કરતા બાબુભાઇનો મોબાઇલ ફોન સ્વિશ-ઓફ હતો જેથી કાળુભાઈએ જસદણ માર્કેટીંગ યાર્ડમા તપાસ કરતા જાણવા મળેલ કે બાબુભાઇ ખરીદ વેચાણ નુ લાયસન્સ રીન્યુ ના થતા કોઇ વેપારીને પૈસા ચુકવ્યા વગર દુકાન ખાલી કરી જતા રહેલ છે. જસદણ માર્કેટ યાર્ડના વેપારીઓ ભેગા થયેલ તેમજ વેપારીઓ પાસેથી અલગ અલગ તારીખે ખરીદી કરેલ છે. તે તમામ વેપારીઓના પૈસા પણ આપવાના બાકી હોય જે બાકી તમામના નાણા બાબતે બાબુ ભાઇ તથા તેમના બન્ને દિકરાઓને વેપારીઓ મળતા પૈસા દિવાળી પહેલા ચુકવી આપવાનું જણાવી વિશ્વાસ આપેલ હતો .બાદ કાળુભાઈ તેમજ અન્ય વેપારીઓના પૈસા નહી ચુકવતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.