For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પીએમ મોદીને જાનથી મારી નાખવાની ધમકી, બે રાજસ્થાની ઝડપાયા

05:49 PM Aug 10, 2024 IST | Bhumika
પીએમ મોદીને જાનથી મારી નાખવાની ધમકી  બે રાજસ્થાની ઝડપાયા
Advertisement

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઈન્સ્ટાગ્રામ પર જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી હતી. મામલો સામે આવ્યા બાદ ઈન્ટેલિજન્સ બ્યુરો સતર્ક થઈ ગયું છે. રાજસ્થાનના ડીગ જિલ્લામાંથી બે યુવકોની ધરપકડ કરવામાં આવી છે. બંનેની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે બંને આરોપીઓ સાયબર ફ્રોડમાં પણ સામેલ છે.

ઈન્સ્ટાગ્રામ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ધમકી આપવાના મામલે આઈબીની ત્રણ સભ્યોની ટીમે રાજસ્થાનના ડીગ જિલ્લામાં દરોડા પાડીને બે યુવકોની ધરપકડ કરી છે. ધરપકડ બાદ બંને યુવકોને પહાડી પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ કરવામાં આવી હતી.

Advertisement

આરોપી યુવકના નામ રાહુલ મેવ અને શાકિર મેવ હોવાનું સામે આવ્યુ છે. પોલીસના જણાવ્યા અનુસાર આ બંને યુવકો સાયબર ફ્રોડમાં પણ સામેલ છે. પીએમ મોદીને ઈન્સ્ટાગ્રામ પર જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી, ત્યારબાદ તપાસ એજન્સીઓ સક્રિય થઈ ગઈ હતી. તમને જણાવી દઈએ કે જે વ્યક્તિના ફોનથી પીએમને ધમકી આપવામાં આવી હતી, તેણે રાજસ્થાનના દહાના ગામમાં ફોન દ્વારા અન્ય વ્યક્તિનો પણ સંપર્ક કર્યો હતો. આ માહિતી મળ્યા બાદ આઈબીની ટીમે દરોડો પાડીને આ બંને યુવકોની ધરપકડ કરી હતી. દરોડા દરમિયાન પહાડી પોલીસ સ્ટેશનની પોલીસ ટીમ પણ આઈબીની સાથે હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement