કાળીપાટ પાસે યુવાનનુ બાઇક ચાલુ કરી ભાગવા જતાં શખ્સની જાનથી મારવાની ધમકી
બાઇક લઇને ભાગવા જતા શખ્સને રોકતા તેણે કહયું મારે ડખ્ખો કરવા જવું છે
શહેરના આજીડેમ વિસ્તારમા આવેલા કાળીપાટ ગામમા રહી બાલાજી હોટલ નામે હોટલ ચલાવતા વેપારી દિગ્વિજયસિંહ વનરાજસિંહ જાડેજાએ પોતાની ફરીયાદમા તેના ગામમા રહેતા સંજય રામજીભાઇ ગોવાણીનુ નામ આપતા તેની સામે ફરીયાદ નોંધવામા આવી છે.
આ ઘટનામા દિગ્વિજયસિંહે ફરીયાદમા જણાવ્યુ હતુ કે તેઓ રાજકોટ ભાવનગર હાઇવે પર બાલાજી હોટલ ચલાવે છે ગઇકાલે બપોરના સમયે તેઓ કાળીપાટ ગામે મુકેશ મેરની દુકાને પાન - ફાકી ખાવા ઉભો હતો ત્યારે તેના ગામમા રહેતો સંજય ત્યા આવી પહોંચ્યો હતો અને દિગ્વિજયસિંહનુ બાઇક ચાલુ કરી ભાગવા જતા તેને ઉભો રાખી પકડી લેતા દિગ્વિજયસિંહે પુછયુ કે મારુ બાઇક કયા લઇ જાવ છો જેથી સંજયે કહયુ કે મારે ડખ્ખો કરવા જવુ છે. જેથી દિગ્વિજયસિંહે કહયુ કે તારે જે કરવુ હોય એ કર મારુ બાઇક લઇને ન જતો જેથી ઉશ્કેરાયેલા સંજયે દિગ્વિજયસિંહને ગાળો આપી ધમકી આપી હતી. આ મામલે આજીડેમ પોલીસમા ફરીયાદ નોંધાવતા એએસઆઇ એચ. વી. મારવાણીયા સહીતના સ્ટાફે તપાસ શરૂ કરી છે.