For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટ-વડોદરા એરપોર્ટ ઉડાવી દેવાની ધમકી

04:22 PM Oct 05, 2024 IST | Bhumika
રાજકોટ વડોદરા એરપોર્ટ ઉડાવી દેવાની ધમકી
Advertisement

વડોદરા બાદ રાજકોટ એરપોર્ટને બોમ્બથી ઉડાવ દેવાની ઇ-મેઇલની ધમકી મળતા રાજકોટ એરપોર્ટ સુરક્ષા એજન્સી અને શહેર પોલીસની બોંમ્બ સ્કવોડની ટીમે એરપોર્ટ ઉપર ચેકિંગ ર્ક્યુ હતું. રાજકોટ હીરાસર એરપોર્ટ ઉપર સી.આઇ.એસ.એફ. દ્વારા સુરક્ષા વ્યવસ્થા સાથે ચેકિંગ વધુ સઘન બનાવ્યું છે.

વડોદરા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો ઈમેઈલ મળ્યા બાદ સીઆઇએસએફના અધિકારીએ આ બાબતે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. 76.rediff mailથી આવ્યો ધમકી ભર્યો મેઈલ આવ્યો હતો. જે મામલે પોલીસે તપાસ કરતા કંઈ વાંધાજનક મળી આવ્યું નથી.પરંતુ પોલીસ અને ડોગ સ્ક્વોડની ટીમ વધુ તપાસ કરી રહી છે.

Advertisement

વડોદરામાં આવેલા હરણી એરપોર્ટ પર સીઆઈએસએફના ઈ-મેઈલ પર એક અજાણ્યા વ્યકિતએ ઈ-મેઈલ કર્યો હતો અને તે ઈ-મેઈલમાં લખ્યું હતું કે એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવામાં આવશે જેને લઈ પોલીસની એજન્સીઓ દોડતી થઈ હતી,હાલ આ મેઈલ કયાં રાજયમાંથી કરવામાં આવ્યો છે તેની કોઈ માહિતી સામે આવી છે.ઘટનાની જાણ થતાની સાથે જ બોમ્બ અને ડોગ સ્કવોર્ડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતીઅને તપાસ કરી હતી પરંતુ કઈ વાંધાજનક મળ્યા નથી.

આવોજ એક ઇમેઇલ રાજકોટ હીરાસર એરપોર્ટ સીઆઇએસએફને પણ મળયો હોય જે ઇમેઇલ બાદ રાજકોટ હીરાસર એરપોર્ટ ઉપર સુરક્ષા વ્યવસ્થા સધન બનાવાઇ છે.

આ બનાવ અંગે હરણી એરપોર્ટ ખાતે સીઆઇએસએફ યુનિટ એએસજી ખાતે ફરજ બજાવતા પ્રદીપકુમાર ડી. રામે હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સવારના 11 કલાકે મેઈલ કરવામાં આવ્યો છે તેની માહિતી સામે આવી છે,હાલમાં સાયબર ક્રાઈમ પોલીસ પણ આ મેઈલને લઈ વધુ તપાસ કરી રહી છે,પોલીસને આશા છે કે ટૂંક સમયમાં આરોપીને ઝડપી લેવામાં આવશે.

ઇ-મેઇલ મોકલનારે અંગ્રેજી ભાષામાં એક મેસેજ લખેલો હતો કે, I have tickled their ego and have frustrated them! Hahahaha! Result? Boom, boom and BANGS! BIG BIG BANGS!! Hohohohohoho! No stopping, no escape! Let the games begin! Jai mahakal jai ma adishakti.જેથી સીઆઈએસએફના અધિકારીઓ દોડતા થયા હતા.

રાજકોટના હીરાસર એરપોર્ટને પણ બોંમ્બથી ઉડાડી દેવાની ધમકી મળ્યા બાદ સીઆઇએસએફ અને રાજકોટ બોંમ્બ સ્કોવર્ડની ટીમે તપાસ કરી હતી. પરંતુ કશુ વાંધાજનક મળ્યુ નથી છતા એરપોર્ટ ઉપર ચેકીં સાથે સુરક્ષા વધારવામાં આવી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement