For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોટી પાનેલીમાં ખેડૂતના ઘરે થયેલી રૂ. 3.30 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો

12:17 PM Oct 01, 2025 IST | Bhumika
મોટી પાનેલીમાં ખેડૂતના ઘરે થયેલી રૂ  3 30 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો

ઉપલેટાનાં મોટી પાનેલી ગામે ખેડુતનાં બંધ મકાનમા થયેલ રૂ. 3.30 લાખની ચોરીનો ભેદ પોલીસે ઉકેલી નાખી આ ચોરીમા સંડોવાયેલ મહીલા સહીત 3 ની ધરપકડ કરી વધુ તપાસ શરુ કરી છે પુછપરછમા વધુ ચોરીનાં ભેદ ખુલે તેવી શકયતા છે.

Advertisement

મળતી વિગતો મુજબ ઉપલેટાનાં મોટી પાનેલી જુની પોસ્ટ ઓફીસવાળી શેરીમા રહેતા અને ખેતી કામ કરતા કીરણભાઈ ભીમજીભાઈ પાંચાણીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ તેમની પાસે 7 વીઘા ખેતીની જમીન છે તેમાં ખેતીકામ તેમજ સીદસર રોડ ઉપર હરીયાસણ સીમમાં આવેલ સબંધી નીતીનભાઇ ફળદુના સોલાર પ્રાજેકટમાં પગી તરીકે નોકરી કરે છે. કિરણભાઈ પાસે ખેતીની 22 વિઘા જમીન હતી તે જમીન તેમના ભાઈ મુકેશભાઈ તથા બહેન નીર્મળાબેન એમ ત્રણેયના નામે સંયુક્ત ખાતામાં હતી અને ભાઇ મુકેસને કેન્સરની બીમારી હોઇ જેથી તેઓને રૂૂપિયાની જરૂૂર પડતા આ 22 વીઘા જમીન ગયા વર્ષ એક વીઘા ના 6,85,000 લેખે વેચેલ હતી અને બહેનને ઘરે સારૂૂ હોઇ જેથી તેઓએ ભાગ લીધેલ નહી અને બન્ને ભાઇઓએ જમીન વેચેલ તેના પૈસા આવેલ તે રાખેલ હતા તેમાથી ભાગમાં આવેલ રૂૂપિયા માંથી 7 વીઘા જમીન રૂૂ.48 લાખમાં લીધેલ તેમજ ભાઇ મુકેશભાઇને કેન્સર હોઇ જેથી તેઓની સારવાર માટે પૈસાની જરૂૂરીયાત હોઇ જેથી મારી પાસે રૂૂ.5,80,000/- હાથ ઉપર રાખેલ બાકીના પૈસા મારા ભાઇ મુકેશને સારવાર માટે આપેલ હતા અને આ પૈસા કિરણભાઈ ઘરે થેલીમાં ભરીને કપાસમાં રાખ્યા હોય જેમાથી ખર્ચ બાદ રૂે. 3.30 લાખ રોકડ રાખી હોય તે ચોરી થઇ હતી.

આ મામલે પોલીસ ફરીયાદ નોંધાયા બાદ પોલીસે આ ચોરીમા સંડોવાયેલ મોટી પાનેલીમા રહેતી મીનાબેન જીવરાજભાઇ ચુડાસમા , દિનેશ ગીધા સોલંકી અને વિક્રમ પરસોતમ ચુડાસમાને ઝડપી લઇ રૂ. 3.14 લાખની રોકડ સહીત 3.53 લાખનો મુદામાલ કબજે કર્યો હતો રોકડા રૂૂ.3.30 લાખની ચોરી થઇ હોય આ ચોરીમાં કોઈ જાણભેદુ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવતા પોલીસે તપાસ કરી પીઆઇ વી. સી. પરમાર અને તેમની ટીમે આ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો પુછપરછમા વધુ ચોરીનાં ભેદ ખુલે તેવી શકયતા છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement