ઉપલેટાના મેખાટીંબી ગામે BSNL ટાવરમાંથી કેબલ સહિતની ચીજ વસ્તુઓની ચોરીનો ભેદ ઉકેલાયો
ઉપલેટા તાલુકાના મેખાટીંબી ગામ ખાતે આવેલ BSNL ટાવર માંથી કેબલ વાયર તેમજ એલ્યુમિનિયમના કાર્ડની ચોરી થઈ હોવાની ઘટના થોડા દિવસો પૂર્વે બની હતી જેમાં આ ચોરી અંગેની ઘટના બાદ કર્મચારી દ્વારા આ મામલે થયેલી ચોરી અને ગયેલા મુદ્દા માલ અંગે ઉપલેટા પોલીસ સ્ટેશનમાં ચોરી અંગેની પોલીસ ફરિયાદ નોંધાવી હતી જેમાં આ મામલાની તપાસ ચાલી રહી હતી તે દરમિયાન રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ વિભાગની ટીમના ASI શક્તિસિંહ જાડેજા, હેડ કોન્સ્ટેબલ કૌશિક જોશી અને અરવિંદસિંહ જાડેજાને તપાસ અને મળેલી માહિતી અનુસાર મેખાટીંબી ગામે બનેલા ચોરીના બનાવનો ભેદ ઉકેલ કાઢી એક વ્યક્તિને ઝડપી લીધો છે જ્યારે અન્ય ત્રણ વ્યક્તિઓની નામની બહાર આવતા ત્રણેયને શોધી કાઢવા માટે ચક્રો ગતિમાન કરી ઝડપાયેલા વ્યક્તિ પાસેથી વાહન તેમજ અન્ય ચીજ વસ્તુઓ મળી રૂ. 4,95,500/- નો મુદ્દા માલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર ઉપલેટા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ચોરીની ફરિયાદ અંગે પેટ દુકેલી કાઢવા મળેલી સૂચના અનુસાર રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ વિભાગની રૂૂરલ એલસીબી ટીમ દ્વારા તપાસ અને એલસીબી ને લગતી કામગીરી ચાલી હતી તે દરમિયાન મળેલ સંયુક્ત હકીકતના આધારે એ eGujCop તથા Pocket-Cop થી ઓળખ કરી કેબલ વાયરમાંથી કાઢેલ કોપર તથા એલ્યુમિનિયમના ત્રીજી મોબાઈલ ટાવરના સીમકાર્ડ અને બેટરી સહિત રૂ. 4,95,500 ના મુદ્દામાલ સાથે અક્ષય રાજુભાઈ પરમાર નામના જામનગર જિલ્લાના 27 વર્ષીય એક વ્યક્તિને પકડી પાડવામાં આવેલ અને આ ઝડપાયેલા વ્યક્તિને ઉપલેટા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આગળની કાર્યવાહી હાથ કરવામા આવી છે.
આ બાબતમાં પંકજ ઉર્ફે પકો મુકેશભાઈ ચુડાસમા લાલો વિનુભાઈ પરમાર તેમજ ભરત રાજુભાઈ મકવાણા નામના ત્રણ વ્યક્તિઓના નામ સામે આવ્યા છે જેમાં આ ત્રણેય વ્યક્તિઓની શોધખોળ હાથ કરી છે ત્યારે ઝડપાયેલા વ્યક્તિ પાસેથી એક છોટાહાથી વાહન નંબર GJ-10-TY-1467, કોપર કેબલ વાયર સળગાવેલ 30 કિલો અને ત્રીજી મોબાઈલ ટાવરના એલ્યુમિનિયમની ધાતુ કાર્ડ ત્રીજીના ત્રણ નંગ અને સાથે જ બેટરી સહિત કુલ રૂૂપિયા 4,95,500 નો મુદ્દા માલ કબજે કર્યો છે.