દેશી દારૂ બંધ કરાવવા સુરેન્દ્રનગરમાં પોલીસ મથકે ગ્રામજનોનો હલ્લાબોલ
રાજ્યમાં દારૂૂબંધી હોવા છતાં મોટા ભાગના જિલ્લાઓમાં દારૂૂબંધીના લીરેલીરા ઉડતા હોય છે. ત્યારે સુરેન્દ્રનગરમાં પણ દારૂૂબંધી હોવા છતાં દેશી દારૂૂનું વેચાણ થતું હોય છે. તેવું ત્યાંના સ્થાનિકોનું કહેવું છે. જેથી આજે દેશી દારૂૂના વેચાણને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સુરેન્દ્રનગરના થાન તાલુકાના ખાખરાળી ગામનો આ બનાવ છે જ્યાં લોકોએ દેશી દારૂૂના વેચાણને લઈને આજે વિરોધ નોંધાવ્યો હતો. યુવાનો દારૂૂના વ્યસનના રવાડે ચઢી રહ્યા છે. થાન તાલુકાના ખાખરાળી ગામે દેશી દારૂૂના વેચાણને લઈને ગામના લોકો આજે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જ્યાં તેમણે હલ્લાબોલ કર્યો હતો. ગામના લોકો દ્વારા આ મુદ્દે જે જણાવવામાં આવ્યું તે ખરેખર ચોંકાવનારું હતું. ગામના લોકોના જણાવ્યા પ્રમાણે માથાભારે શખ્સો દ્વારા ખુલ્લેઆમ દેશી દારૂૂનું વેચાણ તેમના ગામમાં થઈ રહ્યું છે. જેના કારણે યુવાનો દારૂૂના વ્યસનના રવાડે ચઢી રહ્યા છે.
સાથે જ ગામના લોકોએ એવું પણ જણાવ્યું કે હવે તો ગામમાં પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકો જે રસ્તેથી જાય છે તે રસ્તા પર પણ દારૂૂ વેચાઈ રહ્યો છે. જેથી બાળકો પર આ વાતની ખરાબ અસર પડી રહી છે. જેથી ગામના લોકો માટે આ મુદ્દો સૌથી ગંભીર બની ગયો છે. પરિણામે આજે દેશી દારૂૂનું વેચાણ અને ભઠ્ઠીઓ બંધ કરાવવાની માગ સાથે ગામના લોકો તેમજ મહિલાઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને તેમણે પોલીસ સ્ટેશનની બહાર જ હલ્લાબોલ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે ગામમાં પોલીસ દ્વારા દેશી દારૂૂનું વેચાણ બંધ કરવામાં નહીં આવે તો જનતા દ્વારા રેડ કરવાની તેમજ ઉગ્ર આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારવામાં આવી છે.
જેથી સમગ્ર મુદ્દે હવે પોલીસ પણ એક્શન મોડમાં આવી ગઈ છે. શાળામાં અભ્યાસ કરતા બાળકોની દારૂૂની વેચાણને કારણે ખરાબ અસર પડી રહી છે. સાથે જ ગામના યુવાનો પણ દારૂૂના રવાડે ચઢી રહ્યા છે. જેથી ગામના લોકો દ્વારા આ રીતે પોલીસ સ્ટેશનમાં જઈને હલ્લાબોલ કરવામાં આવ્યો હતો.