યુવાનના ગૂગલ-પેનો પાસવર્ડ મેળવી 74 હજાર પડાવી લેનાર બંન્ને મિત્રો પકડાયા
શહેરમાં મોરબી રોડ પર શક્તિ પાર્કમાં રહેતા રિક્ષાચાલક યુવકનો ઓનલાઇન પેમેન્ટ માટેના ગૂગલ પેનો પાસવર્ડ મેળવી બે મિત્રએ પોણો લાખ ટ્રાન્સફર કરી લીધાની ફરિયાદના આધારે બી-ડિવિઝન પોલીસે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરી હતી.
મળતી વિગતો મુજબ,શક્તિ પાર્કમાં રહેતા પ્રદીપ પ્રવીણભાઇ બેલડિયા (ઉ.20) એ અમૃત સોસાયટીમાં રહેતો તેનો મિત્ર અમિત રાજુભાઇ વ્યાસ અને સરધારના જય રાતડિયા સામે ફરિયાદ કરી હતી.ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે રિક્ષા ડ્રાઈવિંગ કરતો હોય અને કેટરર્સમાં કામ કરતો હોય તેમજ મારા માતા-પિતા અને નાના ભાઈ સાથે રહેતો હોવાનું અને મારા ધંધાના રૂૂપિયા જમા કરાવવા માટે ગૂગલ પે એપ્લિકેશન વાપરતો હોય તા.3ના રોજ મોબાઈલમાં ગૂગલ પે ચેક કરતા તેના ખાતામાં 796 રૂૂપિયા બેલેન્સ બતાવેલ હોય જેથી તેને બેંકમાં જઈને તપાસ કરતા તેના ખાતામાંથી તા.16-7ના રોજ રૂૂ.15 હજાર તેમજ પાંચ હજાર, અને તા.18-7ના રોજ સાત હજાર, તા.21ના રોજ 15 હજાર મળી કુલ 74 હજાર ઉપડેલ હોવાનું જાણવા મળતા તેને ઓનલાઈન સાયબર પોલીસમાં ફરિયાદ કરી હતી.
દરમિયાન મોરબી રોડ પ2 જય જવાન જય કિસાન સોસાયટીમાં રહેતા વિપુલભાઈ ભરવાડ તેના ઘેર તેના પિતાને મળવા આવ્યા હતા અને તેને કહેલ કે, તેના મિત્ર જય રાતડિયા અને અમિત વ્યાસ તેના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરતા તેનું ખાતું બંધ થઇ ગયું છે. જેથી તેને યાદ આવ્યું કે,મારા ગૂગલ પેનો પાસવર્ડ પણ લઇ સાથે બેસતા ત્યારે મારો મોબાઇલ માગતો અને તેની જાણ બહાર તેના ખાતામાંથી રૂૂપિયા ટ્રાન્સફર કરી લેતા હોવાનું બહાર આવતા તેને પોલીસ ફરિયાદ નોંધાવામાં આવી હતી.આ મામલે એમ.આઈ.શેખ અને સ્ટાફે બંને આરોપીને સકંજામાં લઇ તપાસ શરૂૂ કરી છે.