For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

શિક્ષક નગ્ન થઇને બજારમાં અડધો કલાક ફર્યા, આશ્રમે જઇ દર્શન કર્યા!

01:02 PM Nov 21, 2025 IST | Bhumika
શિક્ષક નગ્ન થઇને બજારમાં અડધો કલાક ફર્યા  આશ્રમે જઇ દર્શન કર્યા

સંસ્કારી નગરીને શર્મસાર કરતી ઘટના ગુરુવારે શહેરમાં બની હતી. એક શિક્ષક નગ્ન થઈને રાવપુરા, દાંડિયાબજાર વિસ્તારમાં ફર્યા હતા. ત્યારબાદ તેમણે અકોટા-દાંડિયા બજાર ચાર રસ્તા નજીકના મહર્ષિ અરવિંદ આશ્રમમાં પણ જઈને દર્શન કર્યા હોવાનું જાણવા મળ્યું હતું.

Advertisement

આ શખ્સે મીડિયાને જણાવ્યું હતું કે, મારી કોઈ માગ નથી. ઘરેથી ચાલતો આવ્યો છું. હું પહેલાં પર્સનલ ટ્યૂશન ચલાવતો હતો. મારી માતા આશ્રમમાં હતાં. બધો હિસાબ કરવાનો છે. મારે વિરોધ છે, એ હું બતાવીશ. ત્યારબાદ શખ્સ ફૂટપાથ પર જ બેસી ગયો હતો.

રાવપુરા નજીકના ઘરેથી આ શખ્સ ગુરુવારે બપોરે 3 વાગ્યાની આસપાસ નીકળ્યા હતા. ત્યારબાદ નગ્ન હાલતમાં ચાલતા-ચાલતા અકોટા-દાંડિયા બજાર ચાર રસ્તા નજીકના મહર્ષિ અરવિંદ આશ્રમમાં પહોંચ્યા હતા અને ત્યાં દર્શન કર્યા હતા. તેની રોડ વચ્ચે કોઈ વ્યક્તિ સાથે મારામારી પણ થઈ હોવાનું જાણવા મળ્યું હતું. તે આશ્રમથી 4 વાગ્યાની આસપાસ પરત પણ ઘરે પહોંચી ગયા હતા.

Advertisement

જોકે તે ઘરે પહોંચીને કપડાં પહેર્યાં બાદ ફરી બહાર નીકળ્યા હોવાનું જાણવા મળ્યું હતું. આ મામલે પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરાઈ હોવાનું જાણવા મળ્યું નહોતું. ત્યારે આ પ્રકારનું કૃત્ય કરવા પાછળ શખ્સની કોઈ માનસિક બીમારી છે કે કેમ તે જાણવા મળ્યું નહોતું.

Advertisement
Tags :
Advertisement
Advertisement