ગોંડલના બેટાવડના ખેડૂતની કાર ભાડે મૂકવાના નામે જમાઈએ વેચી નાખી
રાજકોટ રહેતા જમાઈ સામે સસરાએ છેતરપિંડીની નોંધાવેલી પોલીસ ફરિયાદ, પુત્રીએ જાણ કરતા ભાંડો ફૂટયો
ગોંડલ ના બેટાવડ ગામના ખેડૂતની કાર રાજકોટ બહુમાળીભવનમાં ભાડે રાખવાના નામે જમાઈને આપેલી આર્ટીકા કાર પરત નહી આપી બારોબાર વેચી નાખતા સસરાએ રાજકોટ રહેતા જમાઈ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. બેટાવડ ગામ ચોરાની બાજુમા રહેતા અને ખેતીકામ કરતા દિપકસિંહ દિલુભા જાડેજા (ઉ.વ.54)એ તેના જમાઈ રાજકોટના બંધુલીલા પાર્ક સમર્પણ સોસાયટી રેલનગરમાં રહેતા મૂળ સુરેન્દ્રનગર ના મુળીના વતની રવિરાજસિંહ દેવેન્દ્રસિંહ પરમાર સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ પાંચેક મહિના પહેલા અમારા જમાઇ રવિરાજસિંહ દેવેન્દ્રસિંહ પરમાર બેટાવદ આટો દેવા આવેલ હતા અને આ વખતે જમાઇ રવિરાજસિંહે કહેલ કે તમારી પાસે અર્ટીગા ગાડી છે અને અહી પડી રહે છે તેના કરતા રાજકોટ બહુમાળી ભવન ખાતે માસીક ભાડામા મુકીએ જેથી અમે કહેલ કે માસીક ભાડુ કેટલુ મળશે ? જેથી રવિરાજસિંહે કહેલ કે તમને મહિને રૂૂ.50,000 ભાડુ મળશે અને ગાડીનો ખર્ચો તમારી ઉપર રહેશે તેમ વાત કરતા સસરા દીપકસિંહે વિચારી જવાબ આપીશ તેમ કહ્યું હતું. ત્યાર બાદ પંદરેક દિવસ બાદ રવિરાજસિંહ સાથે ગાડી મુકવા બાબતની વાત ચીત થયેલી અને આ વખતે રવિરાજસિંહે બહુમાળી ભવનમાં ગાડીની ડિપોઝીટ ની રકમ ભરવી પડશે તેમ જણાવતા તે કાર ભાડે મુકવા તૈયાર થયા હતા.
જમાઇ રવિરાજસિંહ પરમાર ગાડીની તમામ જવાબદારી મારી રહેશે તેમજ દેખભાળ હુ રાખીશ અને દ2 મહીને ગાડીનુ ભાડુ મળી જશે તેવી ખાતરી અને વિશ્વાશ જીજે-10-ડીજે-2552 વાળી કાર અને દીપકસિંહના આધાર કાર્ડની નકલ તથા ગાડીની આર.સી બુક તથા ગાડીને લગતા બીજા ડોકયુમેન્ટ રવિરાજસિંહ લઇને જતા રહેલ હતા. એકાદ મહિનો પુરો થતા દીપકસિંહે ભાડા માટે રવિરાજસિંહને ભાડું મળી જશે તેમ કહ્યું હતું અને ત્રણ મહિના સુધી અવાર નવાર ફોન ઉપર ગાડી બાબતે વાતચીત કરતા હતા ત્યારે તમને તમારું ભાડુ મળી જાશે તેમજ જણાવી ભરોસો અને વિશ્વાસ આપતા હતા. થોડા દિવસો પૂર્વે પુત્રી ભુમીબાએ ફોન કરી ભાઈ ભવદિપસિંહને જણાવેલ કે રવિરાજસિં હે અર્ટીગા ગાડી કોઇને વહેંચી દેવા બાબતની કોઈ સાથે ફોનમા વાતચીત કરતા હતા જેથી તમે તપાસ કરજો તેમ વાત કરતા ગાડી બાબતે તપાસ કરતા કાર રાજકોટ ખાતે કોઠારીયા રોડ ઉપર સુભાષભાઈ રામાણીના ગેરેજ 5ર પડેલ હોવાની માહિતી મળતા તે બાબતે તપાસ કરી સુભાષભાઈને મળતા તેઓએ ગાડી વેચાતી ખરીદ કરી હોવાનું જણાવ્યું હતું. જેથી જમાઈ રવીરાજસિંહે કાર બારોબાર વેચી નાખ્યાનું જાણવા મળતા પોલીસ ફરિયાદ નોંધાવી છે.