ગુજરાતનો દરિયો બન્યો ડ્રગ્સનો દરિયો!! પોરબંદરના દરિયાકાંઠેથી ઝડપાયું 500 કિલો ડ્રગ્સ
ગુજરાતનો દરિયાકાંઠો બન્યો દરુગ્સનો દરિયો. આ વખતે 500 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ પોરબંદરના દરિયામાંથી જપ્ત કરવામાં આવ્યું છે. ATS અને NCBની સંયુક્ત કાર્યવાહીના આધારે આ ડ્રગ્સ પકડવામાં આવ્યું હતુ. સૂત્રોના જણાવ્યા અનુસાર ટૂંક સમયમાં ડ્રગ્સનો જથ્થો પોરબંદર પોર્ટ ઉપર લાવવામાં આવશે.
મધદરિયે એક બોટમાંથી કરોડોની કિંમતનું સેંકડો કિલો ડ્રગ્સ સેન્ટ્રલ એજન્સી દ્વારા પકડી પાડવામાં આવ્યું છે. દરિયામાં બોટમાં ડ્રગ્સ આવતું હોવાની બાતમી દિલ્હી NCBની ટીમને મળી હતી. જેના આધારે દિલ્હી NCBની ટીમે નેવીનો સંપર્ક કરીને એક ઓપરેશન મોડી રાતે હાથ ધર્યું હતું. જેમાં મધદરિયે એક બોટને આંતરવામાં આવી હતી. જેમાં 500 કિલો ડ્રગ્સ હોવાનું જાણવા મળ્યું છે.
ગઈકાલે મોડી રાતથી ચાલેલા ઓપરેશનમાં 500 કિલોથી વધુ ડ્રગ્સ પકડાયું હોવાની વિગતો હાલ જાણવા મળ્યું છે. હજી સત્તાવાર રીતે કેન્દ્રીય એજન્સીએ જાહેરાત કોઈ કરી નથી, પરંતુ સ્થાનિક સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે હાલ આ બોટને ગુજરાતના દરિયાકાંઠે લાવવામાં આવી રહી છે.