For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જૂનાગઢના ખડિયા ગામમાં થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો, બે શખ્સો ઝડપાયા

12:19 PM Jun 04, 2025 IST | Bhumika
જૂનાગઢના ખડિયા ગામમાં થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો  બે શખ્સો ઝડપાયા

જૂનાગઢના ખડીયા ગામમાં થયેલી લૂંટના ગુનાનો તાલુકા પોલીસે ભેદ ઉકેલ્યો છે. પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી રોકડ રૂૂપિયા 16,500, એક મોટરસાયકલ અને બે મોબાઇલ ફોન મળી કુલ રૂૂ. 40,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

Advertisement

30 મે, 2025ના રોજ ઓલ ગેબનશાહ પીરની દરગાહ સામે રોડ પર બેઠેલા 65 વર્ષીય વિરમભાઈ કેશુરભાઈ ધુલને બે શખ્સોએ માર મારીને લૂંટ્યા હતા. એક આરોપી સાધુ બાવાના વેશમાં અને બીજો પેન્ટ-શર્ટમાં હતો. બંને મોટરસાયકલ પર ફરાર થયા હતા.

પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા અને જઙ સુબોધ ઓડેદરાના માર્ગદર્શન હેઠળ તપાસ શરૂૂ કરવામાં આવી. પોલીસે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સનો સહારો લીધો. વડાલ ચોકી રોડ પરથી બંને આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે. પકડાયેલા આરોપીઓમાં રાજેન્દ્રમીઠાભાઈ પરમાર (મહીસાગર) અને કિશન કલ્યાણભાઈ ગોહીલ (ભાવનગર)નો સમાવેશ થાય છે. આરોપીઓએ પૂછપરછમાં ગુનો કબૂલ કર્યો છે. આ કિસ્સામાં ઝડપી અને અસરકારક કાર્યવાહી કરનાર પો.ઇન્સ.આર.પી.વણઝારા,પો.સબ.ઇન્સ. જે.એ. ટાંક, ડી.વી. બાલાસરા,એએસઆઇ મેહુલ મકવાણા, પો.કોન્સ્ટેબલ હિતેશ જીલડીયા, રાહુલ ઝણકાટ,પરેશ વરૂૂ, વિપુલ બોરીચા,સુખદેવ કામળીયા, શિલ્પાબેન કટારિયા, રૂૂપલબેન છૂયા તેમજ નેત્રમ શાખાના ઙજઈં પ્રતીક મશરૂૂની ટીમે પ્રશંસનીય કામગીરી કરી છે

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement