For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

તળાજા પંથકમાં ગેરકાયદેસર રેતી વહન કરવાનો ભાવ ડબ્બલ!

11:39 AM Mar 10, 2025 IST | Bhumika
તળાજા પંથકમાં ગેરકાયદેસર રેતી વહન કરવાનો ભાવ ડબ્બલ

ભાવનગર જિલ્લાનાતળાજા પંથકમાં રેતી માટી નું ખનન કરનાર તત્વો ને ધરતી ખોદી ને વહન કરવા માટે મજબૂત વ્યક્તિ બળ પુરુપાડતા હોય અથવા તો અમુક જ ભ્રષ્ટ અધિકારીઓના કારણે મામલતદાર કક્ષાના અધિકારી દ્વારા ગેરકાયદેસર રીતે રેતી-માટી વહન કરતા તત્વોસામે કાર્યવાહી કરવા છતાંય બીજાજ દિવસે હાઇવે પર વાહનો માતેલા સાંઢ ની જેમ પુરપાટ ઝડપે દોડતા જોવા મળ્યાહતા.

Advertisement

તળાજા મામલતદાર ની કાર્યવાહી થી ફાટી પડવા ના બદલે ગેરકાયદેસર રીતે રેતી વહન કરતા ડમ્પર માલિકો તળાજા પોલીસ સ્ટેશન ની સામેથીજ પસાર થતા ખચકાયા નહિ!.ખદરપર મીઠીવીરડી ની જમીન ખોદી ને છેક મહુવા સુધી પહોંચાડવામાં આવે છે.હાઇવે પર રાત ઢળતાજ વાહનો દોડવા લાગેછે.કેટલાક લાચિયા તત્વોના કારણે દિવસે પણ બે હાઇવે અથવા તો તળાજા નગર માંથી પસાર થતા ખચકાતા નથી!.

મહુવા પહોંચતા અલંગ,તળાજા, દાઠા અને બગદાણા બાદ મહુવા પોલીસ મથક વિસ્તારમાંથી પસાર થવું પડેછે છતાંય ક્ષમતા કરતા વધુ વજન અને ટ્રકની બોડી ની હાઈટ કરતાંય ઉપર દેખાય તેમ વધુ રકમ મેળવવા માટે ટ્રક ડમ્પર દોડતા જોવા મળે છે.ગેરકાયદેસર ખનન કરેલ રેતી વહન કરવા માટે ભાડું પણ ડબ્બલ વસુલવામાં આવે છે.

Advertisement

અલંગ વિસ્તારમા અનેક ગેરકાયદેસર ધંધા
અલંગ વિસ્તારના એક રાજકીય આગેવાનના ના આરોપ છેકે કે આ વિસ્તારમા સાંજ ઢળતા જ અનેક અસમાજીક પ્રવૃત્તિઓ શરૂૂ થાય છે.માટી ચોરવા માટે જેસીબી ડમ્પર દોડતા જોવા મળે છે.ચોરી કરનાર ગેંગો અને બુટલેગર સક્રિય થાયછે. સત્તાધારી પક્ષના રાજકીય આગેવાનને ઉમેર્યું હતુંકે સોસિયા અલંગ વિસ્તારમાં શિપ બ્રેકરો એ લગાવેલ સીસીટીવી કેમેરા દરોજ ચેક કરવામાં આવે તો અહીંથતી અસામાજીક પ્રવૃત્તિ પર રોક લગાવી શકાય.

Advertisement
Tags :
Advertisement
Advertisement