For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બોગસ દસ્તાવેજો ગિરવે મૂકી માલામાલ થવાનો હતો કારસો

04:11 PM Jan 03, 2025 IST | Bhumika
બોગસ દસ્તાવેજો ગિરવે મૂકી માલામાલ થવાનો હતો કારસો

સૂત્રધાર જેલહવાલે: દસ્તાવેજમાં ઓનલાઇન ચેડાં કરવા બદલ આઇટી એકટની કલમનો ઉમેરો કરાયો

Advertisement

સબ રજિસ્ટ્રાર કચેરીમાંથી ઝડપાયેલ બોગસ દસ્તાવેજ પ્રકરણમાં નવો ધડાકો

રાજકોટ શહેરના બોગસ દસ્તાવેજ કૌભાંડમાં પ્રધ્યુમનનગર પોલીસે અત્યાર સુધીમાં કુલ 3 આરોપીઓની ધરપકડ કરી છે. જોકે, આ કૌભાંડમાં સંડોવાયેલો એક આરોપી હજુ પણ પોલીસ પકડથી દૂર છે. ધરપકડ કરાયેલા આરોપીઓની પૂછપરછમાં દસ્તાવેજનો ઉપયોગ લોન મેળવવા તેમજ તેને ગીરવે મૂકી તેના પર પૈસા મેળવવા માટે કરવા માટેનો પ્લાન હોવાનું સામે આવ્યું છે. જોકે, આ કૌભાંડના મુખ્ય સૂત્રધાર આરોપી હર્ષ સોનીના રિમાન્ડ પૂર્ણ થતાં જેલહવાલે કરાયો છે.

Advertisement

સબ રજીસ્ટ્રાર કચેરી ઝોન-1માં કોન્ટ્રાકટ બેઝ પર સેવક તરીકે ફરજ બજાવતો આરોપી મનીષ ઉર્ફે મનુભા હેરમાં રાજકોટના રેલનગર વિસ્તારમાં આવેલ ઋષિકેશ પાર્ક શેરી નંબર-3માં રહેતો હતો, જેનો માસિક પગાર રૂૂ.11,200 હતો.હર્ષ સોની જયદીપ ઝાલા પાસે ફોટોશોપ મદદથી એડિટીંગ કરાવી બાદમાં ગુજરાત સરકારની ગરવી ગુજરાત વેબસાઇટ પરથી ડેટામાં ચેડાં કરી ડુપ્લિકેટ દસ્તાવેજની એન્ટ્રી કરી દેવામાં આવતી હતી. આરોપીની સંડોવણી સામે આવતા પોલીસે તેની રાજકોટ ખાતેથી ધરપકડ કરી તુરંત જ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

વધુમાં તેણે જણાવ્યું કે, પોતે ધોરણ-8 સુધી અભ્યાસ કર્યો છે અને પરિવારમાં માતા-પિતા અને એક ભાઈ છે. પિતા સોની કામ કરતા હતા, જોકે, હાલ નિવૃત છે અને તેઓની તબિયત નાદુરસ્ત રહે છે.જયારે ભાઈ શિક્ષક તરીકે નોકરી કરે છે.પોતે ભાડાના મકાન રહે છે.3 વર્ષ પૂર્વે તે સબ રજિસ્ટ્રાર કચેરીમાં કામ કરતો હતો. અહીં તેનો કિશન ચાવડા સાથે સંપર્ક થયો હતો, જે વકીલ છે. રૂૂૂપિયા કમાવવા માટે આ પ્લાન ઘડ્યો હતો અને તેમાં કિશન સાથે મળી બોગસ દસ્તાવજો બનાવી તેને ગીરવે મૂકી તેના પર લોન મેળવવા અને પૈસાદાર થવા સહિતનો પ્લાન ઘડ્યો હતો અને આમ કરતા-કરતા એક વર્ષની અંદર 17 દસ્તાવેજો સાથે ચેડાં કર્યા હોવાનું સામે આવ્યું છે.

આ કૌભાંડમાં આરોપી હર્ષ સોનીના ફ્લેટમાં પણ દરોડા પાડી તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસને ફ્લેટમાંથી મોટા પ્રમાણમાં દસ્તાવેજો, બોગસ સ્ટેમ્પ, સ્ટેમ્પ બનાવવાનું મશીન સહિતનું સાહિત્ય મળી આવતા કબ્જે કરવામાં આવ્યું હતું અને તેના કારણે જ આ કેસ મજબૂત બન્યો તેમજ પુરાવા આધારે આરોપીઓ કૌભાંડ આચરતા હોવાનું સાબિત થઇ ગયું હતું.રાજકોટ સબ રજીસ્ટર ઝોન-1માં સબ રજીસ્ટ્રાર તરીકે ફરજ બજાવતાં અતુલભાઈ મધુભાઈ દેસાઈએ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે હર્ષ સાહલીયા ઉર્ફે હર્ષ સોની, જયદીપ ઝાલા અને કિશન ડી ચાવડાનું નામ આપતાં પ્રદ્યુમનનગર પોલીસે આઈપીસી 420, 464, 467, 468 સહિતની કલમ હેઠળ ગુનો નોંધી બાદમાં હવે આ કેસમાં ગરવી ગુજરાતની વેબસાઈટ પર ચેડાં કરવા બદલ પોલીસે આઇટી એક્ટ કલમ 65 અને આઇપીસી કલમ 381નો ઉમેરો કરવામાં આવ્યો છે.અત્રે ઉલ્લેખનીય છે કે, આ કેસમાં પોલીસે અત્યાર સુધીમાં મુખ્ય આરોપી હર્ષ સોની સહિત કુલ 3 આરોપીની ધરપકડ કરી છે, જે તમામ હાલમાં રાજકોટ મધ્યસ્થ જેલમાં બંધ છે.

હર્ષના કહેવાથી પ્યૂન ડુપ્લિકેટ ચાવીથી દસ્તાવેજ શોધતો,કાગળ ફાડવાના 50 હજાર મળતા હતા

આરોપી મનીષ ડુપ્લિકેટ ચાવીની મદદથી રાત્રીના સમયે હર્ષના કહેવાથી જે નામ આપે તે નંબરની દસ્તાવેજ ફાઇલમાંથી કહેવાય તે મુજબ કાગળ ફાડી નાશ કરી દેતો હતો અને આ કૌભાંડમાં આરોપીઓને આર્થિક લાભ થતો હતો કે કેમ? તે અંગે મુખ્ય સુત્રધાર આરોપી હર્ષ ભરતભાઈ સોહેલીયાની સઘન પૂછપરછ હાથ ધરતાં તેણે જણાવ્યું કે, ફરાર આરોપી કિશન એક દસ્તાવેજ માટે રૂૂૂપિયા 6 લાખ હર્ષ સોનીને આપતો હતો અને તેમાંથી સબ રજીસ્ટ્રાર કચેરી ઝોન-1માં કોન્ટ્રાકટ બેઝ પર સેવક તરીકે ફરજ બજાવતા પ્યુન મનીષ હેરમા જે 11 હજારનો પગારદાર હોય તેમને 50,000 રુપિયા મળતા હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement