સગીરા પર દુષ્કર્મ-સૃષ્ટિ વિરૂધ્ધનું જઘન્ય કૃત્ય આચરનારને અંતિમ શ્ર્વાસ સુધી જેલની સજા
શહેરના ભક્તિનગર પોલીસ મથક વિસ્તારમાં આશરે 22 મહિના પૂર્વે સગીરા પર દુષ્કર્મ આચરી અને સૃષ્ટિ વિરૂૂધ્ધનુ કૃત્ય કરવાના બનાવમાં પોકસો અદાલત દ્વારા નરાધમને અંતિમ શ્વાસ સુધીની જેલ અને મદદગારી કરનાર મહિલાને 10 વર્ષની સજા ફટકાર અને દંડ ફટકારતો હુકમ કરવામાં આવ્યો હતો. જયારે પીડીતાને ગુજરાત વીકટીમ કમ્પનસેશન સ્કીમ હેઠળ 7 લાખનુ વળતર ચૂકવવા આદેશ આપ્યો છે.
આ કેસની હકીકત મુજબ શહેરેના ભકિતનગર પોલીસ મથક વિસ્તારમાં રહેતી સગીરા પર દુષ્કર્મ આચરી હવસનો શિકાર બનાવ્યા અંગેની પીડીતાના પિતાએ કોઠારીયા મેઈન રોડ પર આવેલા મેહુલનગર શેરી નં.પ માં રહેતા નિતિન રવજી બગથરીયા અને આનંદનગર મેઈન રોડ પર ચિરાગ પાનવાળી શેરીમાં રહેતી મધુબેન કિરીટ ધકાણ સામે ફરીયાદ નોંધાવી હતી. પોલીસે પોકસો, દુષ્કર્મ અને સૃષ્ટિ વિરૂૂધ્ધના કૃત્ય સહિતની કલમ હેઠળ ગુનો નોંધી બન્નેની ધરપકડ કરી હતી. પોલીસની પ્રાથમિક પુછપરછમાં નિતિન બગથરીયાએ સગીરાને ઇન્સટાગ્રામમાં ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી બાળકી પાસેથી તેનો મોબાઇલ નંબર મેળવી વોસ્ટેટ્સએપ તેમજ ઇન્સટાગ્રામમાં વાતચીત મારફતે લલચાવી ફોસલાવી અને ડરાવી, ધમકાવી નિતીન બગથરીયાએ ધર્મની બહેન મધુબેન ધકાણના મકાનમાં લઈ જઈ કૃત્ય આચર્યાની કબુલાત આપી હતી. આ ગુનાની પી.આઈ. મયુરધ્વજસિંહ સરવૈયા, રાઈટર નિલેશ મકવાણા અને હેન્ડકોન્સ્ટેબલ હિરેન દ્વારા તપાસ કરવામાં આવી હતી.
બાદ અદાલતમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી પોકસો કોર્ટમાં કેસની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં ફરીયાદ પક્ષે 9 સાહેદો તપાસી 31 દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવી તપાસની કડીઓ મેળવીને સરકારી વકીલ પ્રશાંત પટેલે પોતાની ધારદર દલીલો કરી હતી જયારે મૂળ ફરીયાદીના વકીલ કિશન ગાંધીએ લેખિત દલીલો રજૂ કરી ફરીયાદ પક્ષનો કેસ પુરવાર કર્યો હતો. ભોગ બનનારે બાળકીએ સમગ્ર ઘટનાને વર્ણવી બન્ને આરોપીને ઓળખી બતાવેલ તેમજ ફરીયાદીએ કેસને સમર્થન આપેલ પીડીતાનુ અને આરોપીની મેડીકલ તપાસ કરનાર ડોકટરે કેસને સમર્થન આપેલું પોકસો જેવા ગંભીર ગુનામાં આરોપીને મહત્તમ સજાની સરકારી વકીલ માંગ કરી હતી જે દલીલ ધ્યાને લઈ અદાલતે બન્ને શખ્સોને તકસીરવાન ઠેરવી જેમાં નિતિન રવજી ગરીયાને અંતિમ શ્વાસ સુધીની સજા અને દંડ ફટકાર્યો હતો. જ્યારે મધુબેન ધકાણને 10 વર્ષની સજા અને દંડ ફટકાર્યો છે. જ્યારે ગુજરાત વીકટીમ કમ્પનસેશન સ્કીમ હેઠળ પીડીતાને રૂૂ.7 લાખનું વળતર ચૂકવવા હુકમ કર્યો છે. આ કેસમાં એપીપી પ્રશાંત પટેલ અને મૂળ ફરીયાદી વતી ગાધી લો ફમના બિપિનચંદ્ર ગાંધી, કિશન ગાંધી અને જય સિધ્ધપુરા રોકાયા હતા.