For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સાળાની કાર લઈને નીકળેલા બનેવીએ વૃદ્ધાને કચડયા

05:29 PM Jul 12, 2024 IST | Bhumika
સાળાની કાર લઈને નીકળેલા બનેવીએ વૃદ્ધાને કચડયા
Advertisement

કણકોટના પાટીયા પાસે અકસ્માત સર્જનાર કાર મેટોડાથી ઘરમાંથી રેઢી મળી

ચાલકની ધરપકડ બાદ સાપરાધ મનુષ્ય વધની કલમ હેઠળ કાર્યવાહી કરાશે

Advertisement

કણકોટના પાટીયા પાસે કાલાવડ રોડ પર બનેલા હિટ એન્ડ રનના બનાવમાં રાજકોટ પોલીસે તપાસ કરતાં આ ઘટનામાં અકસ્માત સર્જનાર કાર ચાલક અને કાર માલિકની ઓળક પોલીસને મળી છે. ધોરાજી રહેતા સાળાની કાર લઈને નીકળેલા મુળ જૂનાગઢના રહેવાસી અને હાલ મેટોડા રહેતાં તેના બનેવીએ પુરપાટ ઝડપે અર્ટિકા કાર ચલાવીને વૃધ્ધાને કચડી નાખ્યા હોવાનું સામે આવ્યું છે. અકસ્માત સર્જનાર કાર ચાલક ભાગી ગયો હતો પરંતુ તેની અર્ટિકા કાર તાલુકા પોલીસે મેટોડાથી કબજે કરી છે.

કાલાવડ રોડ પર કણકોટના પાટીયા પાસે બનેલા હિટ એન્ડ રનના બનાવમાં કણકોટ ગામે રહેતા વિજયાબેન બીજલભાઈ બથવાર કે જેઓ કચરો વિણવા નીકળ્યા હોય ત્યારે અર્ટિકા કારના ચાલકે તેમને હડફેટે ચડાવી સાડા ત્રણ કિલોમીટર સુધી ઢસડયા હતાં. જેમાં તેમનું મોત થયું હોય આ ઘટનામાં તાલુકા પોલીસે મૃતકના પુત્ર જગદીશભાઈ બીજલભાઈ બથવારની ફરિયાદના આધારે બેદરકારીથી કાર ચલાવવા બદલ ગુનો નોંધ્યો છે. જેમાં અકસ્માત સર્જનાર કાર જી.જે.3 એન.કે.2095ના ચાલકે અકસ્માત સર્જયો હોય જેની તપાસમાં આ કાર ધોરાજીનાં સતિષભાઈ કાંતિભાઈ સિંધવની હોવાનું જાણવા મળ્યું હતું. તાલુકા પોલીસની અલગ અલગ ટીમોએ તપાસ કરી સતિષ સિંધવનો સંપર્ક કરી કાર બાબતે પુછપરછ કરતાં જી.જે.3 એમ.કે.2095 નંબરની કાર મુળ જૂનાગઢના વતની અને હાલ મેટોડા રહેતા તેના બનેવી જયેશ કિશોર દવેરા લઈ ગયો હોવાનું પોલીસને જણાવ્યું હતું.

રાજકોટ પોલીસ તપાસ અર્થે મેટોડા દોડી ગઈ હતી અને જ્યાંથી જયેશના ઘર પાસેથી આ કાર રેઢી મળી આવી હોય તેને કબજે કરવામાં આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં અકસ્માત સર્જીેને ભાગી છુટેલો જયેશ દવેરા મેટોડા રહેતો હોય તેઓનો સંપર્ક કરવાનો પ્રયાસ કરતાં મોબાઈલ પણ બંધ હોય હાલ પોલીસે ધોરાજીનાં તેના સાળા સતિષ સિંધવની પુછપરછ શરૂ કરી છે. આ બનાવમાં તાલુકા પોલીસે ભારતીય દંડ સહિતાની કલમ 281 અને 106 (1) તેમજ એમ.વી.એકટ 177, 184 મુજબ ગુનો નોંધ્યો છે અને આ બનાવમાં તપાસ બાદ જરૂર પડીએ ચાલકની ધરપકડ બાદ સાપરાધ મનુષ્યવધ હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement