For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

તળાજાના વૃદ્ધે પૌત્રી જેવડી સગીરાને સાત મહિનાનો ગર્ભ રાખી દીધો

12:27 PM Aug 25, 2025 IST | Bhumika
તળાજાના વૃદ્ધે પૌત્રી જેવડી સગીરાને સાત મહિનાનો ગર્ભ રાખી દીધો

અલંગના મણાર ગામે રહીને દેશી ઓસડિયા બનાવવા સગીરા મજૂરી કામે આવતી હતી અને લાભ ઉઠાવ્યો

Advertisement

અલંગ પોલીસ મથકમાં એક સગીર વયની છોકરી સાથે છેલ્લા આઠ એક માસ દરમિયાન અનેક વખત દુષ્કર્મમાં આચરી સાત એક માસનો ગર્ભ રાખી દેવાની ફરિયાદો નોંધાય છે. આરોપી 62 વર્ષનો ઢગો છે. આરોપી મૂળ તળાજાના રામ ટેકરી રોડ પરનો રહેવાસી છે અને છેલ્લા કેટલાક સમયથી મણાર ગામે રહીને ઓહડિયા બનાવવાનું કામ કરતો હતો. સમગ્ર હકીકત ગઈકાલે પોલીસ સમક્ષ આવી હતી જેને લઇને સગીરાને 108 દ્વારા ભાવનગર આવી છે જ્યારે આરોપી ઈસમની અલંગ પોલીસે ધરપકડ કરી મેડિકલ કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના તળાજાના ઈસમે પૌત્રીની ઉંમરની છોકરી સાથે દુષ્કર્મ આચરીને સાતેક માસનો ગર્ભ રાખી દીધાની ઘટનાએ તળાજા અને અલંગ પંથકમાં ચકચાર જગાવી છે.બનાવ અંગે મળતી વિગતો મુજબ અલંગ ખાતે મજૂરી કરવા આવેલ પરપ્રાંતીય પરિવાર ની આશરે તેર વર્ષની દીકરી ની હાલત લથડતા, પેટનો દુખાવો ઉપડતા 108 દ્વારા ભાવનગર સર.ટી હોસ્પિટલ ખસેડવામાં આવી હતું.

Advertisement

તબીબ પાસે લઈ જવાતા સગીરા ને સાતેક માસનો ગર્ભ હોવાનું સામે આવતા પરિવાર ના સભ્યો ચોંકી ગયા હતા.સમગ્ર મામલો અલંગ પોલીસ મથકે પહોંચ્યો હતો. અલંગ પોલીસે ગુન્હો નોંધીને આરોપી મહેશગીરી મગન ગીરી ગૌસ્વામી ઉ .વ 62 રે. મણારની ધરપકડ કરી મેડિકલ સહિતની કાયદાકીય કાર્યવાહી કરી હતી. દુષ્કર્મ કઈ રીતે આચર્યું મામલે જાણવા મળતી વિગતો મા આરોપી દેશી ઓહ્ડીયા મણાર ગામે રહીને બનાવતો હતો. એ સમયે પોતાને ત્યાં આ સગીરા મજૂર કામ માટે આવતી હતી.આશરે આઠેક માસ પહેલા સગીરા સાથે પ્રથમ વખત દુષ્કર્મ આચર્યું હતું. સગીરા અત્યંત ગરીબ પરિવારની હોય તેનો લાભ ઢગા એ લીધો હતો. સગીરાને જોઈતી વસ્તુઓ અપાવીને ગેરલાભ ઉઠાવી વૃદ્ધ એ એક વખત કરતા વધુ વખત દુષ્કર્મ બાંધ્યું હતું.

આરોપી મહેશગીરી મૂળ તળાજાના રામટેકરી રોડ પર નો રહેવાસી છે.ઘણા સમય પહેલા તે મણાર ખાતે એકલોજ રહેતો હતો.આરોપી ને બે સંતાનો છે જેમાં મોટો દીકરો 36 વર્ષનો છે. ઘર કંકાસના કારણે પત્ની અને બંને દીકરા વર્ષોથી ભાવનગર રહે છે. સગીરાને શારીરિક તકલીફ થતા 108 બોલાવવામાં આવી હતી.એ સમયે આરોપી સગીરાની સાથે ભાવનગર હોસ્પિટલમાં પણ ગયો હતો.પોતે સગીરાના પરિવાર નો હમદર્દ બનવા નો ડોળ કરતો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement