ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

પાટડીમાં વૃદ્ધાની હત્યાનો ભેદ પાંચ મહિને ઉકેલાયો, મોટા દીકરાનો સાળો જ આરોપી નિકળ્યો

11:21 AM May 02, 2025 IST | Bhumika
Advertisement

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના વડગામમાં 71 વર્ષીય શાંતિબેન શંકરભાઈ ડોડિયાની હત્યાના કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે આણંદના બોરસદ તાલુકાના કીંખલોડ ગામેથી આરોપીને ઝડપી લીધો છે, જે મૃતક વૃદ્ધાના મોટા દીકરાનો સાળો છે.

Advertisement

પોલીસની પૂછપરછમાં આરોપીએ ગુનો કબૂલ કર્યો છે. પોલીસે તેની પાસેથી 2.71 લાખ રૂૂપિયાના મુદામાલ, જેમાં સોનાની બે બંગડી અને 6 વારિયા સામેલ છે, જપ્ત કર્યા છે. આ ઉપરાંત, આરોપીએ ઘટના સમયે પહેરેલા કપડાં પણ કબજે કરવામાં આવ્યા છે.28 ડિસેમ્બરે હત્યા ઘટના 28 ડિસેમ્બર 2024ના રોજ વડગામના બજાર વિસ્તારમાં બની હતી. શાંતિબેન એકલા રહેતા હતા, જ્યારે આરોપીએ દાગીના લૂંટવાના ઇરાદે તેમના કાન કાપીને હત્યા કરી હતી. શાંતિબેનના પતિનું અવસાન થઈ ચૂક્યું હતું, અને તેમની દીકરી સાસરે ગઈ છે, જ્યારે બે દીકરાઓ ગામમાં રહે છે.

પોલીસની કાર્યવાહી સુરેન્દ્રનગર એલ.સી.બી.ના પીઆઇ જે.જે. જાડેજા અને પીએસઆઇ જે.વાય. પઠાણે આ કેસની તપાસ માટે અલગ અલગ ટીમો બનાવી હતી. આરોપી, સતીષભાઈ રમેશભાઈ રાજપરમાર, 24 વર્ષનો છે, અને તેણે ગુનાનો કબૂલાત આપતા જણાવ્યું કે તેણે લૂંટેલા દાગીના પોતાના વતનમાં છુપાવ્યા છે.મુદામાલની જપ્તી પોલીસે આરોપીને સાથે રાખીને તેની વતનમાં તપાસ કરી, જ્યાં 2.71 લાખ રૂૂપિયાના દાગીના મળી આવ્યા. આમાં 2 સોનાની બંગડી અને 6 સોનાના વારિયા સામેલ છે.ભય અને રોષની લાગણી આ કેસમાં પોલીસની ટીમ દ્વારા ઝડપી કાર્યવાહી કરવામાં આવી છે, અને આરોપી વિરુદ્ધ વધુ કાર્યવાહી શરૂૂ કરવામાં આવી છે. વડગામના રહીશોમાં આ ઘટનાથી ભય અને રોષની લાગણી ફેલાઈ છે, અને સ્થાનિક સમુદાયમાં સુરક્ષા અંગે ચર્ચા શરૂૂ થઈ છે.

Tags :
crimegujaratgujarat newsmurder casePatdipatdi news
Advertisement
Next Article
Advertisement