For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઉનાના બંધારડા ગામે થયેલી વૃધ્ધાની હત્યાનો 77 દિવસે ભેદ ઉકેલાયો

11:43 AM Oct 27, 2025 IST | admin
ઉનાના બંધારડા ગામે થયેલી વૃધ્ધાની હત્યાનો 77 દિવસે ભેદ ઉકેલાયો

હિસ્ટ્રીશિટર ગેંગે લૂંટ બાદ હત્યા કરી લાશને જાફરાબાદ નજીક અવાવરુ જગ્યાએ ફેંકી દીધી હતી

Advertisement

નવસારી પોલીસે પકડેલી ગેંગે કબૂલાત આપતા હત્યાની ઘટનાનો ભેદ ઉકેલાયો

ગીરગઢડા નાં બંધારણા ગામ ની અનુસુચિત પરીવાર ના ગરીબ વયોવૃદ્ધ જીવીબેન રામભાઇ બાબરીયા પોતાના ગામે થી પુત્ર સાથે બેંક ગયેલ ત્યાંથી તેના બેંક ખાતા રહેલા પૈસા રૂૂ 1200 લઈ ને બંધારડા ગામે થી સવાર ના સમયે પગપાળા ચાલી આવતા હતાં ગત તા 8 ઓગસ્ટ નાં ઇન્ડિકા કાર નંબરG J 18 BB 2167 મા બેસી આવેલા પાંચ જેટલા હિસ્ટ્રીશિટર શખ્શો એ જીવીબેન રામભાઇ બંધારડા ગોળાઈ પાસેથી અપહરણ કરી ગાડી મા બેસાડી વયોવૃદ્ધા એ પહેરેલા સોના ના દાગીના રોકડ રકમ ની લુંટ ચલાવી વયોવૃદ્ધા નું માથું સીટ સાથે ભટકાવી ક્રુરતાપૂર્વક મોત ને ધાટ ઉતારી તેની લાશ ગાડી ની ડેકી મા નાખી જાફરાબાદ ના કડીયાળી ગામ પાસે આવેલા અવવારુ દરીયા ની ખાડી પાસે લાશ ફેંકી નાશી છુટેલ હતા.

Advertisement

આ બાબતે 12 ઓગસ્ટ નાં ગીરગઢડા પોલીસ સ્ટેશન માં પરીવારજનો એ વૃદ્ધા ગુમ થયા અંગે જાણ કરેલ હતી ત્યાર બાદ ગત તા 1 સપ્ટેમ્બર ના આ વૃદ્ધા નો કંકાલ જાફરાબાદ ના કડીયાળી ગામ પાસે મળતા જાફરાબાદ પોલીસે રજીસ્ટર એડી નોંધી કપડાં અને અવશેષોને કબજે કરી તેનું ડી.એન.એ. ટેસ્ટ અને એફ એસ એલ માં મોકલતાં પરીવાર સાથે સેમ્પલ મેચ થતા થતા 77 દિવસ બાદ ગીરગઢડા પોલીસે મૃતક મહિલા ના દિકરા મેપાભાઈ રામજીભાઈ બાબરીયા ની ફરીયાદ નોંધી છે.

મહિલા ગુમ થયા બાદ જાફરાબાદ ના કડીયાળી પાસે મળેલા કંકાલ એ પોલીસ માટે આ ભેદ ઉકેલવા ચેલેન્જ રૂૂપ બન્યો હતો આ દરમિયાન ગીરગઢડા અને જાફરાબાદ પોલીસ ને એક કાર ના સગડ સી સી કેમેરા મા જોવા મળ્યાં હતાં. શોધખોળ દરમિયાન આ કાર ગત તા 1/ સપ્ટેમ્બર ના નવસારી પોલીસે 3 શખ્શો સાથે આવીજ એક ધટના ને અંજામ આપ્યો હોય તેમાં મહેશ અશોક સોલંકી રે મૂળ ગીરગઢડા ના કોદીયા ગામ નો અને હાલ સુરત, તેમજ મનિષ અશોક સોલંકી મૂળ અમરેલી હાલચોટીલા રામ ઉર્ફ કાળોરે.અમદાવાદ ઈંદીરા નગર તેમજ એક બાળ કિશોર સહિત ચાર શખ્શો ની અટક કરેલ હોય તેની પુછપરછ દરમિયાન તેણે ગીરગઢડા ના બંધારડા ગામે રસ્તે જતી વયોવૃદ્ધા નું અપહરણ કરી લુંટ ચલાવી મોત ને ધાટ ઉતારી તેની લાશ કડીયાળી નજીક ફેકી દીધી હોવાનું કબૂલ્યું હતું જાફરાબાદ પોલીસે મૃતક વયોવૃદ્ધા જીવીબેન ના મળી આવેલાં કપડા અવશેષો અંગેની ઓળખ પરીવાર ના સભ્ય પાસે કરાવી ને જીવી બેન રામભાઇ ના પુત્ર નું ડી.એન.આર. ટેસ્ટ એફ એસ એલ દ્વારા કરતા મેચ થયું હતું અને હત્યા લુંટ અપહરણ નો ભેદ ઉકેલાયો હતો.

ગીરગઢડા પોલીસે 77 દિવસ બાદ મૃતક વયોવૃદ્ધા ના પરીવારજનો સંપર્ક કરી મેપાભાઈ રામજીભાઈ બાબરીયા ની ફરીયાદ નોંધી હિસ્ટ્રી શિટર મનિષ અશોક સોલંકી હાલ ચોટીલા તેમજ એક બાળ કિશોર ને રાઉન્ડ અપ કર્યા છે અન્ય બે આરોપી અન્ય ગુન્હા મા જેલ હવાલે હોય તેમજ એક અન્ય શખ્શ ફરાર થઈ જતાં તેને ઝડપી પાડવા તપાસ નો ધમધમાટ તેજ કર્યો છે.

ગત 8 ઓગસ્ટ ના બનાવ ને અંજામ આપ્યા ના 77 દિવસ પહેલા આ હિસ્ટ્રીશિટર ગેંગ એ નવસારી ગામે બીજી ધટના ને અંજામ આપતા નવસારી પોલીસ એ ગેંગ પકડી હતી પોલીસ સુત્રો નાજણાવ્યા અનુસાર આ પ્રકરણ મા સંડોવાયેલા તમામ શખ્શો રીઢા હિસ્ટ્રી શિટર ગેંગ ના સભ્યો છે અને તેમનો આ પ્રકાર નો મુખ્ય બિઝનેસ ગુન્હો આચરવા નો છે.એકલ દોકલ રોડરસ્તા પર પ્રસાર થતાં લોકો ને રોકી ને ગાડી માઅપહરણકરી તેના પાસે દાગીના રોકડ હોય તેની લુંટ ચલાવી હત્યા કરી નાશી છુટતા હતા.

77 દિવસ સુધી પોલીસ અને પરીવારે સંયમ રાખ્યો!
8 નવેમ્બર નાં જીવીબેન ગુમ થયા બાદ 12 નવેમ્બર ના ગુમ થયા ની પોલીસે નોંધ કરી હતી આ દરમિયાનમૃતક વયોવૃદ્ધા જીવીબેન ના પરીવારજનો અને સામાજિક સંગઠન ના અગ્રણી ધીરૂૂભાઇ ખિટોલીયા નવસર્જન ટ્રસ્ટ ના પ્રમુખ કાંતીલાલ પરમાર સહિત ના આગેવાનો ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા , કલેકટર તેમજ અમરેલી , નવસારી ના એસ પી તેમજ કલેકટર સાથે બેઠક કરીને આ કેસ માજડપી તપાસ કરાવવા રજુઆત કરી હતી પોલીસે પણ સક્રીય બનીગુમ થયેલા આ વૃદ્ધા ની તપાસ શરૂૂકરાવતાંઆખરે હત્યા થયા ની કહાની બહાર આવી હતી અને પોલીસ ના હાથ મા હિસ્ટ્રી શિટર ગેંગ ઝડપાઇ જતાં આ ભેદ ઉકેલાયો હતો.

નવસારી પોલીસે હિસ્ટ્રીશિટર ગેંગને પકડી ભેદ ખોલ્યો!!
સૌરાષ્ટ્ર , ગુજરાત મા લુંટ અપહરણ અને મર્ડર જેવા અસંખ્ય ગુના આચરી ચુકેલી આ હિસ્ટ્રીશિટર ગેંગ ઉપર અનેક પોલીસ સ્ટેશન મા ગુન્હા નોંધાયા છે વારંવાર આવાજ પ્રકારની ગુન્હાખોરી કરતી આ ગેંગ એ ગીરગઢડા નજીક બંધારડા નજીક લુંટ અપહરણ અને મર્ડર કર્યા પછી જાફરાબાદ નજીક અવવારુ જગ્યાએ મૃતદેહ નાખી નવસારી તરફ નાશીગયા પછી ત્યાં પણ આવીજ અન્ય ધટના ને અંજામ આપતા પોલીસ હાથે ઝડપાઈ જતાં નવસારી પોલીસે આ હિસ્ટ્રી શિટર ગેંગ ને પોપટ બનાવતા તેણે બંધારડા પાસે વૃદ્ધા નું અપહરણ કર્યું હતું તેના દાગીના લુંટી મોત ને ધાટ ઉતાર્યા અંગે ચોકાવતી કબુલાત કરી દાગીના ત્રીસ થી પાંત્રીસ હજાર મા વેચી નાખ્યાં હોવાનું કબૂલ્યું હતું.

Advertisement
Tags :
Advertisement
Advertisement